Wednesday, April 15, 2026
HomeGujaratહળવદમાં વ્યાજખોરોની દાદાગીરી: ઘરમાં ઘુસી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી

હળવદમાં વ્યાજખોરોની દાદાગીરી: ઘરમાં ઘુસી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી

વ્યાજની પઠાણી ઉઘરાણી તેમજ વધુ વ્યાજ લેવા મોરબીના મહિલા સહિતના ચાર લોકોનો આતંક.

- Advertisement -
- Advertisement -

હળવદ વિસ્તારમાં ઉંચા વ્યાજે પૈસા આપીને દાદાગીરી કરતા ચાર વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓએ વધુ વ્યાજના રકમની ઉઘરાણી કરી ઘરમાં ઘુસી છરી બતાવી ધમકી આપી બળજબરીથી રૂપિયા પડાવી લીધા હતા. હાલ હળવદ પોલીસે મહિલા સહિતના ચારેય આરોપીઓ વિરુદ્ધ મની લેંડર્સ એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તમામની અટકાયત કરવા તજવીજ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ફરિયાદી દીપકભાઈ મનજીભાઈ સોનગ્રા ઉવ.૩૨ રહે-હળવદ મોરબી દરવાજા કૃષ્ણનગર તા.હળવદ વાળાએ હળવદ પોલીસ મથકમાં આરોપી (૧)ગીતાબેન સાહીલભાઈ ઈબ્રાહીમભાઈ જામણા, (૨)સાહીલભાઈ ઈબ્રાહીમભાઈ જામણા રહે.બંન્ને મોરબી કાલીકા પ્લોટમા તથા (૩)આયનભાઈ સાહમદાર રહે.મોરબી મકરાણી વાસ તેમજ (૪)હસન હાજીભાઈ કુરેશી રહે.મોરબી કાલીકા પ્લોટ-૧ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ફરિયાદી દીપકભાઈએ આરોપીઓ પાસેથી અગાઉ રૂ. 3 લાખ ઉંચા વ્યાજે લીધા હતા. ફરિયાદી દ્વારા નિયમિત વ્યાજ ચુકવતા હોવા છતાં આરોપીઓએ વધુ વ્યાજ વસૂલવા ફરીયાદીને વારંવાર ફોન તથા રૂબરૂમાં ધમકી આપી હતી. આરોપીઓએ બળજબરીપૂર્વક રૂ.૪૪ હજાર વ્યાજની રકમ પેટે ફરિયાદી પાસેથી પડાવી લીધા હતા. અને વધુ રકમ માટે દબાણ કરવા આરોપીઓ ફરીયાદીના ઘરે ઘુસી જઈ ઉઘરાણી કરી તેમજ આરોપી સાહીલભાઈ સહિતનાઓ હાથમાં છરી લઈને ફરીયાદીને ધમકાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ હળવદ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ તથા ગુજરાત મનીલેન્ડર્સ એક્ટ અને જી.પી.એક્ટ હેઠળ ગુનો નોંધી ચારેય આરોપીઓની અટક કરવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!