Wednesday, April 15, 2026
HomeGujaratહળવદના કેદારીયા ગામ નજીક ૩૨૪ વિદેશી દારૂની બોટલ સાથે બે ઝડપાયા

હળવદના કેદારીયા ગામ નજીક ૩૨૪ વિદેશી દારૂની બોટલ સાથે બે ઝડપાયા

હળવદ તાલુકાના કેદારીયા ગામની સીમ વિસ્તારમાં હળવદ પોલીસે બાતમીના આધારે રેઇડ કરી વિદેશી દારૂની નાની-મોટી ૩૨૪ નંગ બોટલ કિ.રૂ.૧.૫૧ લાખ મળી આવી હતી. આ સાથે પોલીસે સ્થળ ઉપરથી બે આરોપીઓની અટક કરી, બંને સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

હળવદ પોલીસ મથકના પીઆઇ આર.ટી. વ્યાસના મારદર્શન હેઠળ પોલીસ ટીમ કાર્યરત હોય ત્યારે મળેલી બાતમીના આધારે કેદારીયા ગામ સામે બુસલી માર્ગે આવેલા વોંકળાના કાંઠે રેઇડ કરવામાં આવી હતી. રેઇડ દરમિયાન ત્યાં સંતાડી રાખેલ વિદેશી દારૂની કુલ ૩૨૪ બોટલો કિ.રૂ.૧,૫૧,૨૦૦/- મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી આરોપી નારાયણ નાનજીભાઈ સોનગ્રા અને કાંતીલાલ મનસુખભાઈ કણઝરીયા બંને રહે.રણજીતગઢ તા.હળવદ વાળાને ઝડપી લઈ બંને આરોપીઓ વિરુદ્ધ પોલીસે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!