ડૉ.બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મજયંતિ નિમિત્તે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી સંચાલિત ડોક્ટર બાબાસાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલયના બાળકોએ રેલી યોજી વિસ્તારને જય ભીમના નારાથી ગુંજવ્યું હતું, રેલી દરમિયાન શિક્ષણ અપનાવો અને વ્યસન છોડો જેવા સંદેશાઓ આપીને સામાજિક જાગૃતિ ફેલાવવામાં આવી હતી.
મોરબીના ભીમરાવનગર સ્થિત ડૉ.બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલય દ્વારા આંબેડકર જયંતિ નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના પ્રમુખ જમનાદાસ ટપુભાઈ પરમાર અને મંત્રી કે.આર. ચાવડાની આગેવાનીમાં શાળાથી રોહીદાસપરા મેઇન રોડ પર આવેલ ડૉ.આંબેડકરની પ્રતિમા સુધી રેલી યોજાઈ હતી.
રેલી દરમિયાન વિદ્યાર્થીઓએ “જય ભીમ”ના નારા લગાવી સાથે “વ્યસન છોડો, શિક્ષણ અપનાવો” જેવા સૂત્રોચાર કરીને સમગ્ર વિસ્તારને ગુંજવી દીધો હતો. પ્રતિમા સ્થળે પહોંચી વિદ્યાર્થીઓએ ફુલહાર અર્પણ કર્યા અને ભીમ ગરબા કરી કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો. અંતે શાળામાં તમામ વિદ્યાર્થીઓને નાસ્તો પણ આપવામાં આવ્યો હતો.









