ધ ગ્રાન્ડ ઠાકર હોટલના માલિક પરિવારના સભ્યો દ્વારા ચાલતા કામધંધા તથા પરિવારની મિલકતમાં ભતુભાગનો વિવાદ કોર્ટના દ્વારે પહોંચ્યો છે. જેમાં ભુપતભાઈ કરૂણાશંકર ઠાકરને ભાયુભાગ ન આપવા ખેલ રચાતા તેઓએ કાનૂની રહે કાર્યવાહી હાથ ધરી હતી જેમાં તમામ વેપાર ઘંધા તથા મિલકતમાં શા માટે મનાઈ હુકમ ન આપવો તે માટે કોર્ટે ઠાકર પરીવનારના સભ્યો (પ્રતિવાદીઓ) વિરૂધ્ધ શો – કોશ નોટીસ ઈસ્યુ કરેલ છે.
ચર્ચાસ્પદ કેસની વિગત મુજબ સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત થયેલ મોરબી ખાતેના ઠાકર પરીવારના સભ્યો દ્વારા ધંધામાં તથા ભાયુભાગમાં કાનૂની કાર્યવાહી કોર્ટમાં થઇ છે જેમાં મોરબી જેલ રોડ ઉપર આવેલ ઠાકર લોજ એન્ડ ગેસ્ટ હાઉસ તથા , મોરબી શનાળા રોડ પર આવેલ મહેસ હોટલ એન્ડ ગેસ્ટ હાઉસ, રાજકોટમાં જવાહ રોડ ઉપર જયુબેલ ગાર્ડની સામે ધ ગ્રાન્ડ ઠાકર તથા સુહાગ પાર્ટી પ્લોટ , કાલાવડ રોડ , મોટલ ધ વિલેજ પાછળ રાજકોટ સહિત મોરબી , રાજકોટ , અમદાવાદ સહિતની જગ્યાએ કરોડ રૂપિયાની હોટલ તથા રહેણાકની મિલકત અને ધંધાની આવક અંગે ઠાકર પરીવારના સભ્યો દ્વારા મોરબીની કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો છે.
ઠાકર પરિવારના ભુપતરાય કરૂણાશંકર ઠાકર , નરેન્દ્રભાઈ કરૂાશંકર ઠાકર તથા ઓમશંકર ઉર્ફે રાજભાઈ કરૂણાશંકર ઠાકર તથા સ્વ.હસમુખરાય કરૂણાશંકર ઠાકર ચારેય સગા ભાઈ થાય છે જે તમામ કુટુંબના સભ્યોએ સાથે મળીને સયુંકત કુટુંબના નામે , આવક અને વારસાગત મિલકતમાંથી સંયુક્ત હિન્દુ કુંટુબ દ્વારા મોરબીમાં જેલ રોડ ઉપર ઠાકર લોજથી ધંધાની શરૂઆત કરી હતી. ઠાકર લોજ ” ઠાકર પરીવાર સંયુક્ત કુટુંબીક સભ્યો દ્વારા બધા હળીમળી એકબીજાને સાથ – સહકારી આપી ધંધાના વિકાસ માટે મહેનત કરી ઠાકર લોજ ’ ’ નો વિકાસ કર્યો હતો. અને મોરબીના જૅલ રોડ ઉપર આવેલ ઠાકર લોજની બાજુમા આવેલ મિલકત ખરીદ કરી અવેજની રકમ સંયુક્ત પરીવારની આવકમાંથી ચુકવણી કરી છે.
ઠાકર પરીવાર દ્વારા રાજકોટમાં માલીકીની મિલકત ખરીદ કરી તેમાં હોટલ ઍન્ડ રેસ્ટોરન્ટ કરવા માટે નકકી કરતા રાજકોટમાં જવાહર રોડ ઉપર જયુબેલી ગાર્ડની સામે પ્લોટ ખરીદ કરેલ જે સીટી સર્વે રેકર્ડ મુજબ વોર્ડ નં . ૧૬/૧ , શીટ નંબર . ૧૦૨ મા સીટી સર્વે નંબર ર ૯ પ થી નોંધાયેલ છે , જે ખરીદ કરેલ જે મિલકતની ખરીદના અવેજના રૂપિયા ઠાકર કુંટુંબના સંયુક્ત પરીવાર અને ભાગીદારી પેઢીમાંથી સંયુકત રીતે અવેજના રૂપિયા ચુકવાયેલ છે. આમ સંયુક્ત પેઢી દ્વારા મોરબી, રાજકોટ, અમદાવાદ સહિત અલગ અલગ શહેરોમક ઠાકર નામ સાથે જોડી હોટેલ, રેસ્ટોરન્ટઝ ગેસ્ટ હાઉસ, પાર્ટી પ્લોટના ધંધાનો વિકાસ કર્યો હતો ત્યારે ઠાકર પરિવારના કરુણાશંકર દેવશંકર ઠાકર તથા લીલાવતી કરુણા શંકર ઠાકરના કુટુંબના સભ્યોના નામે હોટેલ તથા રહેણાંકની મિલકત ભાગીદારી પેઢીથી ખરીદી કરાયેલ છે. જે મિલકતમાં સંયુક્ત હિન્દૂ કુટુંબના સભ્યો તરીકે ભૂપતભાઈનો પણ કાયદેશરનો હક્ક હિસ્સો આવેલ છે. જે અંગે નોટિસ આપી વેપાર ઘંધો જુદો પાડવા અંગે ઘરમેળે વિવાદ પૂર્ણ કરવા જણાવાયું હતું. લીગલ નોટિસ અંગે ઠાકર પરિવારના સભ્યોએ કોઈ પ્રત્યુત્તર આપ્યો ન હતો અને સ્ટોરી ઉભી કરી વાદી ભુપતભાઇ ઠાકરને હિસ્સો ન આપવા ખેલ રચવાનો પ્રયત્ન કર્યો હતો. જેને પગલે ભૂપતભાઈએ હિસાબો અને દસ્તાવેજો માંગવા છતાં પણ દસ્તાવેજો ન આપતા મિલકત અંગે કાનૂની કાર્યવાહી હાથ ધરી મોરબી કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો છે.
જેમાં સંયુકત હિન્દુ કુટુંબની મિલકતોમાં ધંધામાં તેમની આવકમાં વણવહેંચાયેલો હિસ્સો આપવા તથા તમામ મિલકતોમાં વાદીનો કાયદેસર થતો હકક , હિસ્સો , જુદો પાડી અપાવવા જરૂરી હુકમ ફરમાવવા પ્રતિવાદીઓએ તથા તેના નોકર , એજન્ટ , મુખત્યાર મારફતે કોઇપણ મિલકત કોઇને કોઇપણ તરેહથી વેચાણ , ગીરો , બક્ષીસ કે અન્ય કોઈપણ તરેહથી તબદીલ કરે કે કરાવે નહિ તેવો મનાઇ હુકમ ફરમાવવા તથા , તથા મિલકતો વેપાર ધંધામાં કોર્ટ દ્વારા રીસીવરની નિમણૂંક કરી તમામ પ્રકારના સંચાલન વહીવટ રીસીવર દ્વારા દાવો ચાલતા દરમ્યાન કરવામાં આવે તેવો વચગાળાનો મનાઇહુકમ ફરમાવવા તેવા પ્રકારે વચગાળાની મનાઇહુકમની માંગણી કરેલ છે.જેથી મોરબી કોર્ટ દ્વારા વાદીએ તમામ હકીકત તથા કેસની તાત્કાલીક ચલાવવા ઠાકર પરીવનારના સભ્યો (પ્રતિવાદીઓ) વિરૂધ્ધ શો – કોશ નોટીસ ઈસ્યુ કરેલ છે.
આ અતિ ચર્ચાસ્પદ કેસમાં વાદી ભુપતભાઈ કરૂણાશંકર ઠાકર તથા જયેશભાઈ ભુપતભાઈ ઠાકર તરફે એડ્વોકેટ શ્યામ એન. ઘાડીયા તથા એડ્વોકેટ જય બી . અગ્રાવત તથા આનંદ ડી. સંઘાણી તથા યશપાલ ડાંગરીયા રોકાયેલા છે .