મોરબીમાં કાળચક્ર ફરી વળ્યું હોય એમ એક લોહામાં ઉદ્યોગપતિ પર ઝાડ પડવા સહિત અલગ અલગ અકસ્માતમાં પાંચ ના મોત નિપજયા હતા જ્યારે ત્રણ ઈજાગ્રસ્ત થયા હતા.
જેમાં મોરબીના લોહાણા ઉદ્યોગપતિ જગદીશભાઈ ડાયાલાલ કોટક (ઉ.વ.૬૫ રહે.સરદારબાગ પાસે મોરબી) વાળા ગત તા ૨૬ ના રોજ રાત્રીના સાડા નવ વાગ્યા આસપાસ વાંકાનેર રાતીદેવડી રોડ પર મામાદેવના મંદિર પાસે રોડ પર ચાલીને જતા હતા તે દરમિયાન ભારે પવન ફૂંકાતા ઉદ્યોગપતિ જગદીશભાઈ પર ઝાડ પડતા તેઓને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી જે બાદમાં તેઓને પ્રાથમીક સારવાર અર્થે વાંકાનેર અને ત્યાર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર કારગત ન નિવડતા તેમનુ મોત નીપજ્યું હતું જેથી વાંકાનેર સીટી પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
જ્યારે બીજા બનાવમાં મોરબી તાલુકાના લીલાપર કેનાલ રોડ પર આવેલ લાડલી પાર્ટી પ્લોટ સામેથી એક્ટિવ મોપેડ GJ-03-DQ-5607 લઈને પસાર થતા દિવ્યેશભાઈ કેશવજીભાઈ પટેલ અને તેમના પિતા કેશબજીભાઈ બન્ને પિતા પુત્ર એક્ટિવમાં જઈ રહ્યા હતા ત્યારે સામેથી આવતી GJ-36-L-4865 નંબરની કાર એક્ટિવાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં એક્ટિવા ચાલક દિવ્યેશભાઈ નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અને પાછળ બેસેલ કેશવજીભાઈને પેટ અને બન્ને પગ માં ગંભીર ઈજાઓ પહોંચી હતી.જેથી શૈલેષભાઇ વિઠલાપરા એ એક્ટિવા ચાલક દિવ્યેશભાઈ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે ત્રીજા બનાવમાં હળવદના માનસર ગામ પાસે ટ્રક નં GJ-27-TT-6112 ના ચાલકે પોતાનો ટ્રક બેફામ સ્પીડે ચલાવી આગળ જતાં મોટરસાઇકલ નં GJ-13-KK-1349 ને અડફેટે લેતા બાઇકમાં સવાર રાજેશભાઇ અને મનોજભાઇ ને ગંભીર ઈજાઓ પહોંચી હતી જ્યારે બાઇકમાં સવાર અલ્પેશભાઈનું મોત નીપજ્યું હતું જે બાબતે હળવદ પોલીસ દ્વારા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.
ચોથા બનાવમાં ગત તા ૨૫ ના રોજ સાંજના સમયે હળવદ ની મોરબી ચોકડી પાસે GJ-13-NN-3080 નંબરની કારના ચાલકે બેફામ રીતે કાર ચલાવી બાઇક નં GJ-13-BB-619 ને અડફેટે લેતા બાઇક સવારને ગંભીર ઈજાઓ પહોંચી હતી જે બાદ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો પરન્તુ સારવાર કારગત ન નિવડતા તેનું મોત નીપજ્યું હતું જેથી હળવદ પોલીસ દ્વારા ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે પાંચમા બનાવમાં મોરબી તાલુકા પીપળી રોડ પર આવેલ ઇવોના સીરામીકમાં કામ કરતા બુધલુભાઈ સુરૂભાઈ ઘાટુવાળ (ઉ.વ.૨૮) વાળાના બેલા ગામ પાસે આવેલ તળાવમાં કોઈ કારણોસર ડૂબી જતાં તેઓનું મોત નીપજ્યું હતું જેથી મોરબી તાલુકા પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.