Saturday, May 4, 2024
HomeGujaratમોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા મોરબી નગરપાલિકા માં હલ્લાબોલ

મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા મોરબી નગરપાલિકા માં હલ્લાબોલ

મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા વિવિધ પ્રશ્નોને લઇને આજે નગરપાલિકા ખાતે હલ્લાબોલ કરવામા આવ્યો હતો જેમા મોરબી નગરપાલિકા વિરુદ્ધ સુત્રોચ્ચારો કરીને નગરપાલિકાને તાળાબંધી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

જેમાં તાજેતરમાં જ નગરપાલિકા પ્રમુખ ના પતિ સાથે મોરબી નગરપાલિકા ના જ ચેરમેન દ્વારા ટકાવારી મુદ્દે બબાલ કરતો વિડિઓ વાયરલ થયો હતો અને શહેરમાં દૂષિત પાણી આને લાઈટ, ગંદકી સહુતના પ્રશ્નો સાથે મોરબી જિલ્લા કોંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા તાળાબંધી કરવા પહોંચી ગયા હતા પરંતુ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા તાળાબંધી ન થાય અને નગરપાલિકામાં કામ અર્થે આવતા જતા લોકોને ખલેલ ન પહોંચે એ હેતુથી અગાઉથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને એ ડિવિઝન પીઆઇ ની સમજાવટ બાદ કોંગ્રેસ દ્વારા તાળાબંધી કરવાનો વિચાર માંડી વડ્યો હતો અને નગરપાલિકાના કર્મચારીઓને માત્ર આવેદન પત્ર પાઠવીને સંતોષ માની લેવો પડ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!