Monday, November 25, 2024
HomeNewsMorbiમોરબી વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવારોએ તેમના ચૂંટણી ખર્ચના હિસાબો રજૂ કરવાના રહેશે

મોરબી વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવારોએ તેમના ચૂંટણી ખર્ચના હિસાબો રજૂ કરવાના રહેશે

ગુજરાત વિધાનસભાના મતવિભાગોની પેટા ચૂંટણી અંતર્ગત 65-મોરબી વિધાનસભા મતદાર વિભાગનું મતદાન આગામી તા.૩/૧૧/૨૦૨૦ ના રોજ યોજાનાર છે. ત્યારે ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ચૂંટણી પ્રચાર દરમિયાન ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્ટ, કે તેમના અધિકૃત પ્રતિનિધિ એ ત્રણ વાર ચૂંટણી ખર્ચના હિસાબો સક્ષમ સત્તાધિકારી સમક્ષ રજુ કરવાના રહે છે. આ અંગે સંબંધિત ઉમેદવારોને ચૂંટણી ખર્ચના રજીસ્ટર, તેમજ ખર્ચ સંબંધિત આનુષંગિક વાઉચરો સાથે ખર્ચની વિગતો રજુ કરવા જણાવાયુ છે જેમાં મોરબી બેઠકનું પ્રથમ નિરિક્ષણની તા. 23 ઓકટોબર બાદ, દ્વિતીય નિરિક્ષણની તા.૨૭ ઓક્ટોબર, અને તૃતીય નિરિક્ષણની તા.૧ નવેમ્બર ના રોજ સવારના ૧૧ વાગ્યાથી નિયત કરવામા આવી છે. નિરિક્ષણ ની આ પ્રક્રિયા દરમિયાન કોઈ પણ નાગરિક ઉપસ્થિત રહીને આ પ્રક્રિયા નિહાળી શકશે. નિરિક્ષણ પછી ઉમેદવારોના દૈનિક હિસાબના રજીસ્ટરના ઉતારા મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઈટ ઉપર અપલોડ કરવામા આવશે, તથા તે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, અને ચૂંટણી અધિકારી ના નોટીસ બોર્ડ ઉપર પણ પ્રસિદ્ધ કરવામા આવશે જેની સૂચના 65-મોરબી વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી અધિકારી એટલે કે પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા એ જાહેર કરેલું છે ઉલ્લેખનીય છે કે પેટા ચૂંટણી અંતર્ગત વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી લડતા ઉમેદવારોએ ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ રૂ.૩૦.૮૦ લાખની મર્યાદામા ખર્ચ કરવાનો રહે છે. ત્યારે માહિતી ખાતા દ્વારા આ માહિતી પ્રસારીત કરવા મહિતીખાતા ની પત્રકાર યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!