Monday, November 18, 2024
HomeGujaratટંકારામાં પૈસા લઈ સરકારી રેકર્ડના દસ્તાવેજ આપવાનો મામલો:આરોપીની ધરપકડ બાદ અનેક ધડાકા...

ટંકારામાં પૈસા લઈ સરકારી રેકર્ડના દસ્તાવેજ આપવાનો મામલો:આરોપીની ધરપકડ બાદ અનેક ધડાકા થવાની શક્યતા

તપાસ કરનાર અધિકારી નિડર નિષ્પક્ષ અને ન્યાયીક રીતે તપાસ કરશે તો ચોંકાવનારી હકીકતો બહાર આવવાની જોર શોરથી ચર્ચા

- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકાના જબલપુર ગામના ખેડૂતને આર્થિક હિત માટે સરકારી કાગળનો ગેર ઉપયોગની ફરિયાદ બાદ અનેક સવાલો સામે આવ્યા છે જેનો જવાબ આરોપી મહેશ ગોપાણી અથવા તો તપાસ કરનાર મોરબી પ્રાંત આપી શકે. જ્યારે હકીકત તો જગજાહેર હોવાનું ચોરે ને ચોકે ચર્ચાઈ રહ્યું છે.

કચેરીમાં કાગળ મેળવવા માટે કેટલી કષ્ટી અને કસરત કરવી પડે છે ત્યારે કોઈ વચેટીયો કેવો કળા કરી કાવડીયા ગટગટાવી જાય છે એનો કિસ્સો ગત અઠવાડિયે વાયરલ વિડીયો ઓડીયો થકી જોયો જાણયો. અરજદારોને પંચ રોજકામની નકલ માટે પડતી હાલાકી કાગળ કઢાવવા લાગવગ અને પૈસા બન્નેની જરૂર પડે છે એવું સ્પષ્ટ ઉચ્ચારણ અનેક શંકાનું સમાધાન કરી જાય છે. તો આ કેસના આરોપીએ એક લાખ મા વેચાણ કરેલ કાગળ ચાર લાખમાં લિધાનો વિડીયોમાં ધટસ્ફોટ કરે છે એટલુજ નહી જમીન માપણી માટે પણ લાખોનો વહીવટ કરવો પડે છે! અને પોતે કર્યો છે એવુ કહેતા અચકાતો નથી.

ત્યારે શું ટંકારા તાલુકાનું જુનું રેકર્ડ પૌસા છાપવાનું મશીન સમાન છે? જો ન હોય તો પંચ રોજકામ માટે ગત વર્ષેમા કેટલી અરજી આવી અને તેમાથી કેટલા અરજદારને શું જવાબ આપ્યો એની તપાસ થાય તો અનેક વચેટીયા અને એના મિત્ર કર્મચારીઓ કઠણાઈમા મુકાઈ જાય કારણ કે સૌથી મોટો સવાલ કચેરીમાં ફરજ બજાવતા કર્મચારી જ વચેટીયાને પ્રોત્સાહન પુરૂ પાડે છે નો હોય ત્યારે આ સમગ્ર પ્રકરણમાં જીલ્લા કલેકટરે તપાસના આદેશ આપ્યા બાદ મોરબી પ્રાંત આની તપાસ હાથ ધરી છે અને તપાસ અંતે અનેક નવા ખુલ્લાસા થવાની શક્યતા જોવાઈ રહી છે. જો ઉપરોક્ત વિડીયો ઓડીયો બાબતે નિડર નિષ્પક્ષ અને ન્યાયીક તપાસ કરે તો! જોકે વધુ સનસનીખેજ તો મહેશ ગોપાણી પોલીસ હિરાસતમાં આવ્યા બાદ અનેક હકીકત સામે આવશે કે વાયરલ વિડીયોમા આપેલી કેફિયતમા કેટલો દમ છે કે પછી અરજદાર પાસે પૈસા પડાવવા માટે આ બધું મનધડત આરોપો લગાવવામાં આવ્યા હતા કે પછી તંત્રની કામગીરી એ જણાવે છે એવી જ છે?

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!