Wednesday, July 15, 2026
HomeGujaratસાવધાન! સોશિયલ મીડિયા પર ભડકાઉ કોમેન્ટ કરવી ભારે પડી, માળીયાના રોહિશાળાના શખ્સસામે...

સાવધાન! સોશિયલ મીડિયા પર ભડકાઉ કોમેન્ટ કરવી ભારે પડી, માળીયાના રોહિશાળાના શખ્સસામે ગુનો નોંધાયો

‘રેલી કાઢો, બધું ચક્કાજામ કરો’ અને ‘પથ્થર મારો’ જેવી કોમેન્ટ બાદ કાર્યવાહી, જાહેરમાં દુશ્મનાવટ અને શાંતિ ભંગની સંભાવનાએ પોલીસે ગુનો દાખલ કર્યો.

- Advertisement -
- Advertisement -

માળીયા(મી) તાલુકાના રોહિશાળા ગામના એક શખ્સ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ ઉપર ભડકાઉ અને ઉશ્કેરણીજનક કોમેન્ટ કરવાના મામલે પોલીસે આરોપીની અટક કરી છે. પોલીસના જણાવ્યા મુજબ આવી કોમેન્ટોથી જાહેરમાં વિખવાદ, દુશ્મનાવટ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ બગડવાની સંભાવના ઉભી થતી હોવાથી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

માળીયા(મી) પોલીસે સોશિયલ મીડિયા ઉપર ઉશ્કેરણીજનક કોમેન્ટ કરવાના મામલે રોહીશાળા ગામના ઈમરાનશા અબ્બાસશા શાહમદાર સામે ગુનો નોંધવામાં આવ્યો છે, આ મામલે નોંધાવવામાં આવેલ ફરિયાદ મુજબ, પૂર્વ કચ્છ જીલ્લાના કંડલા ખાતે મસ્જિદનું દબાણ દૂર કરવાની કાર્યવાહી બાદ અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષકના ઉપપ્રમુખ ઈબ્રાહીમ હાલેપોત્રાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્થળ મુલાકાતનો વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોની કોમેન્ટમાં આરોપીએ પોતાના “imranSha483” ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી “રેલી કાઢો બધું ચક્કાજામ કરો” અને “પથ્થર મારો” જેવી ઉશ્કેરણીજનક કોમેન્ટ જાહેરમાં પોસ્ટ કરી હતી. ત્યારે આવી કોમેન્ટોના કારણે લોકોમાં દુશ્મનાવટ, વિખવાદ અને ભયનું વાતાવરણ ઉભું થવાની સંભાવના તેમજ રાજ્યની શાંતિ વિરુદ્ધ ગુનાહિત પ્રવૃત્તિ માટે પ્રેરણા મળી શકે તેવી શક્યતાને લઈને પોલીસ અધીક્ષક કચેરીની એલ.આઈ.બી. શાખા તરફથી મળેલી માહિતીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સંબંધિત ઇન્સ્ટાગ્રામ આઈડી આરોપી ઈમરાનશા અબ્બાસશા શાહમદારનું હોવાનું સામે આવ્યું હતું. હાલ સમગ્ર મામલે માળીયા(મી) પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૯૭(૧)(સી) અને ૩૫૩(૧)(બી) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!