Thursday, December 26, 2024
HomeGujaratમોરબીમાં ચેનલ ઓપરેટર યુવાનને ત્રણ શખ્સોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી...

મોરબીમાં ચેનલ ઓપરેટર યુવાનને ત્રણ શખ્સોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી : ફરીયાદ નોંધાઈ

બનાવની મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ઈદ મસ્જીદ રોડ ઉપર આવેલ ઘાંચી શેરી નં-૦૭ માં રહેતા અને ચેનલ ઓપરેટર તરીકે ધંધો કરતા સાજીદભાઈ ગનીભાઈ પિલુડીયા (ઉ.વ.૪૫) એ આરોપીઓ સાબીરભાઈ રજાકભાઈ પિલુડીયા તથા બે અજાણ્યા માણસો સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૧૯ ના રોજ રાતના દશેક વાગ્યે મોરબીના આસ્વાદ પાન નાલા પાસે વાણંદની દુકાન આગળ ફરીયાદીને એક આરોપીએ મોબાઇલ ફોન કરી બહાર બોલાવીને આરોપીઓએ તેઓની પાસે રહેલ ધોકાથી ફરીયાદીને ઈજા કરી ગાળો આપી મારી નાંખવાની ઘમકી આપી હતી. મારામારીના આ બનાવની ફરિયાદ પરથી એ ડિવિજન પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!