Saturday, April 27, 2024
HomeGujaratહળવદ એપીએમસી ખાતે શહેર ભાજપ ની કારોબારી બેઠક યોજાઇ

હળવદ એપીએમસી ખાતે શહેર ભાજપ ની કારોબારી બેઠક યોજાઇ

મોરબી જિલ્લા ભાજપ ના પ્રભારી પ્રકાશભાઈ સોની અધ્યક્ષ સ્થાને યોજાયો

- Advertisement -
- Advertisement -

હળવદ શહેર ભાજપ ની કારોબારી બેઠક હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાઈ હતી જેમાં મોરબી જિલ્લા ભાજપ ના પ્રભારી પ્રકાશભાઈ સોની ની અધ્યક્ષ સ્થાને યોજાયી. આ કારોબારી બેઠક ની શરુયાત દીપ પ્રાગટય કરી અને કરી હતી ત્યાર બાદ કોરોના કાળ માં અવસાન પામેલ જીવાત્માઓ ને બે મિનિટ મૌન પાડી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ કાર્યક્રમ માં ગુજરાત સરકાર ની કલ્યાણકારી યોજનાઓ જન જન સુધી પહોંચાડવા માટે આહવાન કર્યું હતું અને વૃક્ષારોપણ – સ્વચ્છતા અભિયાન સહિત પર્યાવરણ બચાવ ની કામગીરી અને અન્ય સેવાકીય કાર્યો કરવા માટે પ્રેરણા પુરી પાડી હતી આ કાર્યક્રમ જિલ્લા ભાજપ ના મહામંત્રી રણછોડભાઈ દલવાડી , નગરપાલિકા ના પ્રમુખ રમેશભાઇ પટેલ , ન.પા પૂર્વ પ્રમુખ અજયભાઈ રાવલ ,હળવદ તાલુકા ભાજપ પ્રમુખ વાસુભાઈ પટેલ, શહેર ભાજપ મહામંત્રી રમેશભાઈ ભગત , કારોબારી ચેરમેન અશ્વિનભાઇ દલવાડી. જિલ્લા યુવા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે. ધમેન્દ્રસિંહ ઝાલા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ. સહિત શહેર ભાજપ અને જિલ્લા ભાજપ ના કારોબારી સભ્યો , શહેર અને જિલ્લા ભાજપ ના હોદ્દેદારશ્રીઓ વિવિધ મોરચા ના હોદ્દેદારો સહિત સીનીયર કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!