હળવદ તાલુકાનાં પંસારી વિસ્તારમાં જેટકો કંપનીનાં અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયાનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ હળવદના પંસારી વિસ્તારમાં જેટકો કંપની દ્વારા ખેડૂતોનાં ખેતરમાંથી વિજપોલો ઉભા કરવામાં આવે છે કે બાબતે જેટકો કંપનીનાં અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે બબાલ થઈ હતી. ખેડૂતોને વળતર બાબતે ચોખવટ કર્યા વગર જ વીજ કંપની દ્વારા પોલ ઉભા કરવાનું કામ ચાલુ કરી દેવામાં આવતા દેકારો થઈ ગયો હતો. જેટકો કંપનીનાં અધિકારીઓ પોલીસ પ્રોટેક્શન સાથે ખેતરે પહોંચ્યા હતા. જેટકો કંપનીનાં અધિકારીઓ દ્વારા ખેડૂતોને દબાવવા આવતાં હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો. તો ઘર્ષણ મામલે પોલીસે પાંચ ખેડૂતની અટકાયત કરી હતી. ખેડૂતોનાં બાળકોમાં રોક્કળ જોવા મળી હતી.