Friday, April 19, 2024
HomeGujaratરાજ્ય ની શાળાઓ માં ધોરણ 1 થી 9 ના વર્ગો શરૂ કરી...

રાજ્ય ની શાળાઓ માં ધોરણ 1 થી 9 ના વર્ગો શરૂ કરી શકાશે

મોરબી સહિત રાજ્યભર માં આગામી સોમવાર થી ધોરણ 1 થઇ 9 ના વર્ગો શરૂ કરવા માટે શિક્ષણ વિભાગ તરફ થી પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે .

- Advertisement -
- Advertisement -

અગાઉ કોરોના ની પરિસ્થિતિ ને લઈને શિક્ષણ વિભાગ દ્વારા ઓફલાઇન શિક્ષણ બન્ધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ હાલ માં કોરોના ની સ્થિતિ નિયંત્રણ માં આવતા આગામી સોમવાર થી ફરીથી ધોરણ 1 થી 9 ના વર્ગો ઓફલાઇન શરૂ કરવાની પરવાનગી શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવી છે.

પરંતુ શાળાઓ એ ધોરણ 1 થી 9 માં વર્ગો નું ઓનલાઈન અને ઓફલાઇન બન્ને રીતે શિક્ષણ કાર્ય ચાલુ રાખવાનું રહેશે અને જે બાળકો ને તેઓના વાલીઓ શાળા એ મોકલવા ઇચ્છતા હોય તેઓને ઓફલાઇન શિક્ષણ મળી રહે અને ઘરે થી ભણતર મેળવવા માંગતા વિદ્યાર્થીઓ ને પણ ઓનલાઈન શિક્ષણ મળી રહે એ હેતુ થી બન્ને રીતે શિક્ષણકાર્ય ચાલુ રાખી શકાશે.આ સાથે દરેક શાળાઓ એ સરકાર દ્વારા જાહેર કરાયેલ કોવિડ નિયંત્રણ અને ગાઈડલાઈન નું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!