Wednesday, October 30, 2024
HomeGujaratમોરબીમાં નવનિર્મિત જીલ્લા પંચાયતના નવા બિલ્ડીંગનું સીએમના હસ્તે ઈ લોકાર્પણ

મોરબીમાં નવનિર્મિત જીલ્લા પંચાયતના નવા બિલ્ડીંગનું સીએમના હસ્તે ઈ લોકાર્પણ

મોરબી શહેરના શોભેશ્વર રોડ પર જીલ્લા સેવાસદન નજીક જીલ્લા પંચાયતનું નવનિર્મિત બિલ્ડીંગનું આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઈ લોકાપર્ણ કરવામાં આવ્યું છે જે પ્રસંગે મોરબી જીલ્લા પંચાયતના નવા બિલ્ડીંગ ખાતે સાંસદ મોહનભાઈ કુંડારિયા, સાંસદ વિનોદભાઈ ચાવડા, સાંસદ પુનમબેન માડમ અને સાંસદ મહેન્દ્રભાઈ મુંજપરા, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, જીલ્લા કલેકટર જે બી પટેલ, જીલ્લા એસપી એસ આર ઓડેદરા, જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, જીલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, ઉપપ્રમુખ જાનકીબેન કૈલા, ડીડીઓ પરાગ ભગદેવ, ડેપ્યુટી ડીડીઓ ઇલાબેન ગોહિલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
- Advertisement -

નવનિર્મિત જિલ્લા પંચાયત રૂ.૨૭.૪૬ કરોડના ખર્ચે બનાવવામાં આવેલ છે. નવનિર્મિત જિલ્લા પંચાયત ભવન આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચર (ભૂકંપ અવરોધક) ડીઝાઇન સાથેનું ગ્રાઉન્ડ ફ્લોર + ૨ માળ પ્રકારનું બાંધકામ કરવામાં આવેલ છે. નવનિર્મિત જિલ્લા પંચાયતમાં ભોયતળીયુ, પ્રથમ માળ તેમજ બીજો માળ એમ કુલ મળી આશરે ૧૧,૫૪૦.૦૦ ચો.મી. (૧,૨૪,૨૦૦.૦૦ ચો.ફુટ) નું બાંધકામ કરવામાં આવેલ છે. નવનિર્મિત જિલ્લા પંચાયત આશરે ૬૫૦૦ ચો.ફુટ નો વિશાળ પાર્કિંગ એરીયા સાથે આશરે ૬૦ થી વધારે ફોર વ્હીલ તથા ૧૦૦ થી વધારે દ્વિચક્રી વાહનો સમાવવાની ક્ષમતા ધરાવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!