મોરબી જિલ્લામા આજે એક પછી એક દરેક તાલુકામાં વરસાદ નું આગમન થઈ રહ્યું હતું ત્યારે મોરબી શહેરી વિસ્તારમાં પણ સાંજે ૫ વાગ્યા આસપાસ વરસાદી વાદળોનો જમાવડો જોવા મળ્યો હતો અને વરસાદી ઝાપટું આવ્યું હતું જેથી મોરબી વાસીઓ માં આનંદની લાગણી જોવા મળી હતી અને ગરમી થી ત્રાહિમામ પોકારી ગયેલા શહેરીજનો જાણે ગરમીની કેદ માંથી છૂટ્યા હોય એમ વરસાદ નો આનંદ માણતા નજરે પડ્યા હતા.
આ સાથે જ વરસાદ ચાલુ થયાની થોડી મિનિટોમાં જ રવાપર રોડ પર અમુક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી.