મોરબી ડીવાયએસપી, મોરબી સીટી એ ડીવીઝન પોલીસ, મોરબી સીટી બી ડીવીઝન પોલીસ, મોરબી એસઓજી, માળીયા પોલીસ સહિતનાં પોલીસ સ્ટાફે દંડ ન ફટકારતા મોરબી શહેર તથા હાઈવે પર માસ્ક વિતરણ કરવામાં આવ્યું

મોરબી જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે લોકોમાં જાગૃતિ આવે તે હેતુસર આજરોજ મોરબી શહેરી વિસ્તાર તથા હાઈવે પર મોરબી ડીવાયએસપી રાધિકા ભારાઈ, મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન પીઆઈ વિરલ પટેલ, મોરબી એસઓજી પીઆઈ જે.એમ.આલ, મોરબી સીટી એ ડિવિઝન પોલીસ તથા માળીયા પોલીસ સ્ટેશન પીએસઆઈ નરેન્દ્રસિંહ ચુડાસમા સહિતના સ્ટાફે લોકોને દંડ ન ફટકારતા મોરબી શહેર તથા હાઈવે પર માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. માસ્ક વિતરણની સાથે સાથે લોકોને માસ્ક પહેરવા, કોરોના અંગે સાવચેત રહી વધુ સંખ્યામાં એકઠા ન થવા અને નિયમોનું પાલન કરવા અપિલ કરવામાં આવી હતી.










