મોરબીની ઉમા ટાઉનશીપમાં કાર ચાલકે દોઢ વર્ષની બાળકીને કચડી નાખતા બાળકીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે કાર ચાલક વિરૂધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
મોરબીની ઉમા ટાઉનશીપમાં ગઇકાલે એન્જલ નામની દોઢ વર્ષની બાળકીને કાર ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. કારની ઠોકરે બાળકીને ગંભીર ઈજા થતા તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે તેનું મોત નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ અકસ્માત બનાવ અંગે કાર નં.GJ-36-R-6499ના ચાલક વિરૂધ બાળકીના પિતા લોકેશભાઈ ઉદયભાઈ સુનાર (રહે. ઉમા ટાઉનશીપ રોયલ એપાર્ટમેન્ટ નીચે મોરબી-૨ મુળ રહે. કાલાપાની તા.બાબીયાચોર જી.સુરખેત (નેપાળ)એ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.