Tuesday, June 9, 2026
HomeGujaratસરવડ ગામે પાણી આપવાની ના પાડતા યુવકને જાતિ પ્રત્યે અપમાનિત કરી માર...

સરવડ ગામે પાણી આપવાની ના પાડતા યુવકને જાતિ પ્રત્યે અપમાનિત કરી માર માર્યાની ફરિયાદ

સરવડ ગામના સરપંચ સહિત બે સામે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો.

- Advertisement -
- Advertisement -

માળીયા(મી) તાલુકાના સરવડ ગામે પાણી માંગવા બાબતે થયેલી બોલાચાલી બાદ યુવકને જાતિ પ્રત્યે અપમાનિત કરી માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે પોલીસે સરવડ ગામના સરપંચ સહિત બે વ્યક્તિઓ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

માળીયા(મી) તાલુકાના મોટી બરાર ગામના જયેશભાઈ ગોવિંદભાઈ મુછડિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ ગત તા.૦૬/૦૬ના રોજ સરવડ ગામે પોતાની જ્ઞાતિના સ્મશાન ખાતે ફૂલ ચડાવવા ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે હાઈવે પાસે ઉભા હતા ત્યારે સરવડ ગામના પુનીત ઉર્ફે પુનીયો પટેલે તેમની પાસે પાણી માંગ્યું હતું. ફરિયાદી પાસે પાણી ન હોવાનું જણાવતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બાદ આરોપી પુનીતે સરવડ ગામના સરપંચ નવનીત પટેલને બોલાવતા બંનેએ ભેગા મળી ફરીયાદીને ગાળો આપી મારમાર્યો હતો. જેમાં બંને ગાલ અને કાન ઉપર થપ્પડ, ઢીકા તેમજ ધોકાથી હુમલો કરાતા ફરિયાદીને બંને કાનના પડદામાં ગંભીર ઇજા પહોંચી હતી તેમજ જાહેરમાં જાતિ પ્રત્યે અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપું હતી. પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ફરિયાદી મોરબી સરકારી હોસ્પિટલમાં દાખલ થયા હતા. હાલ સમગ્ર મામલે માળીયા(મી) પોલીસે ભારતીય ન્યાય સંહિતા, એટ્રોસિટી એક્ટ તથા જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!