Thursday, April 25, 2024
HomeGujaratMorbiદારૂ પીવા આવવાની નાં પાડી પોલીસ બોલાવવાનો ખાર રાખી યુવાનને માર મારી,...

દારૂ પીવા આવવાની નાં પાડી પોલીસ બોલાવવાનો ખાર રાખી યુવાનને માર મારી, મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ

મોરબીમાં બાંધકામ સાઈટ પર દારૂ પીવા આવવાની ના પાડી પોલીસ બોલાવેલ હોય જે બાબતનો ખાર રાખી ચાર શખ્સોએ યુવાનને માર મારી ઈજા કરી હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ગામ તળાવ નજીક આવેલ વૈભવ લક્ષ્મી સોસાયટીમાં રહેતા કરણભાઈ લલીતભાઈ કાસુન્દ્રાએ એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી જયરાજ લોહાણા અને જયભાઈ કોટક બે દિવસ પહેલા ફરિયાદી કરણભાઈ કાસુન્દ્રાના ગજાનન એપાર્ટમેન્ટમાં દારૂ પીવા આવતા ફરિયાદી કરણભાઈએ ના પાડી પોલીસ બોલાવેલ હોય તે બાબતનો ખાર રાખી આરોપી જય કોટક તેમજ જયરાજ લોહાણાએ માથામાં લાકડાના ધોકા મારી ઈજા કરી તેમજ અન્ય અજાણ્યા બે આરોપીએ પથ્થર મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોધાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!