Saturday, January 11, 2025
HomeGujaratમોરબીના નાની વાવડી ગામે ગીરવે આપેલ જમીન પચાવી પાડનાર વિરુદ્ધ લેન્ડ ગ્રેબીગ...

મોરબીના નાની વાવડી ગામે ગીરવે આપેલ જમીન પચાવી પાડનાર વિરુદ્ધ લેન્ડ ગ્રેબીગ હેઠળ ફરિયાદ નોંધાઈ

મોરબીનાં નાની વાવડી જુના ગામમાં પ્લોટ વિસ્તારમાં રહેતા જીતેન્દ્રભાઇ અમૃતલાલ આશર (ઉ.વ.૪૮) એ આરોપી દેવજીભાઇ જશમતભાઇ પડસુંબિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરીયાદીની વડીલોપાર્જીત મોરબી તાલુકાના નાની વાવડી ગામમાં આવેલ સર્વે નં.૪૮૮ વાળી આશરે ૮ વિઘા જમીન પોતાના દાદા મગનલાલ ભાણજીભાઇ આસરએ આરોપીના પિતા જશમતભાઇ મોતીભાઇ પડસુંબીયાને રૂ. ૩૦૦૦/- સામે સને-૧૯૭૭માં ગીરવે આપી હતી અને ત્યારથી જ આ જમીનનો કબ્જો તેઓની પાસે હોય અને બાદ હાલ આ જમીન આરોપી પાસે હોય જેઓને ફરીયાદીએ જમીન ગીરવેમાંથી છોડાવવા કહેતા પરત આપેલ ન હોય અને અનઅધિકૃત રીતે કબ્જો કરીને આ જમીન પચાવી પાડી હતી. મોરબી તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) વિધેયક ૨૦૨૦ની કલમ હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!