પ્રાપ્ત થતી વિગતો અનુસાર હળવદના ચાડધ્રા ગામે બે શખ્સોએ વૃદ્ધાની જમીન પચાવી પાડી હોવાની ફરિયાદ હળવદ પોલીસ મથકમાં નોંધાઈ છે તો હળવદ પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
રાજકોટના માધાપર ગામ નજીક જામનગર રોડ પર રહેતા બનુબા વિસાભાઇ ગઢવી (ઉ.૬૦) એ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી માવજીભાઈ ત્રિકમભાઈ જાદવ અને જેઠાભાઈ ત્રિકમભાઈ જાદવ રહે-બને રેલ્વે કોલીની પાછળ ધ્રાંગધ્રા એ ફરિયાદી બનુબા ગઢવીની માલિકીને ચાડધ્રા ગામના સીમ સર્વે નંબર ૬૩ ની ખેતીની જમીન એ ૪-૩૬ ગુઠા વાળી જમીન પૈકી આશરે છ વિધા જેટલી જમીન પર ગેરકાયદેસર કબજો કરી આજદિન સુધી કબજો ચાલુ રાખી જમીન પચાવી પાડી હોવાની ફરિયાદ નોંધાવી છે તો હળવદ પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ની કલમ ૩,૪(૧)(૩), ૫(ગ) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.