હળવદના ચાડધ્રા ગામેં વેપારીની જમીન હડપ કરી જનાર વધુ બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. જેને પગલે જેમાં મૂળ ચાડધ્રા ગામના વેપારીની જમીનમા કબજો જમાવનાર બે શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ કાયદાનું શસ્ત્ર ઉગામાયું છે.
આ મામલે હળવદ પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મુજબ ભગીરથદાન પરબતસંગ ટાપરીયા (ઉ.વ.૩૩ રહે મુળ ચાડધ્રા હાલ રહે. ૧૦૮ રામવીલા બંગ્લોજ-૨ રાણેકપર રોડ હળવદ જી.મોરબી) ચાડધ્રા ગામના સર્વ નં. ૩૭૪/૨ ની જમીન હે.આર.ચો.મી.૦-૫૪-૬૩ જમીન પર આવેલી છે.આ જમીન પર તે જ ગામના આરોપી જગદિશ કશુભાઈ ગઢવી અને બટુક કશુભાઈ ગઢવીનો મેલો ડોળો પડ્યો હતો.જે બન્નેએ જમીનમાં ગેરકાયદે કબજો જમાવી લીધો હતો.
આમ જમીન પચાવી પાડનાર વિરૃદ્ધ ભગીરથદાને ફરિયાદ કરતા પોલીસે કાર્યવાહી તે જ બનાવી છે.