ટંકારા તાલુકાનાં નેકનામ ગામે ઉગમણી પ્લોટ વિસ્તારમાં રહેતા અરવિંદભાઈ સુરજીભાઈ લોરીયાએ ટંકારા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૮ જુનનાં રોજ ૨ થી ૭ વાગ્યા દરમ્યાન ફરિયાદીનું હિરો સ્પ્લેન્ડર બાઈક નં. જીજે-૩૬-એબી-૧૨૮૭ વાળુ કાળા કલરનું સીલ્વર પટ્ટા વાળુ બાઈક (કિં.રૂ.૭૦,૦૦૦/-) વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ ગયો હતો બાદમાં ફરિયાદીએ ઘરમેળે તપાસ હાથ ધરી હતી પરંતુ બાઈક અંગે કોઈ ભાળ ન મળતા અંતે ગઈકાલે તા. ૨૮નાં રોજ ફરિયાદી એ બાઈક ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.