Friday, May 27, 2022
HomeGujaratમોરબી ગ્રામ્ય પંથકમાં સગીરા સાથે બે શખ્સોએ દુષ્કર્મ આચારી ગર્ભ રાખી દીધાની...

મોરબી ગ્રામ્ય પંથકમાં સગીરા સાથે બે શખ્સોએ દુષ્કર્મ આચારી ગર્ભ રાખી દીધાની ફરિયાદ

બનાવની મળતી માહિતી મુજબ મોરબી ગ્રામ્ય પંથકમાં રહેતી એક સગીરા સાથે ગામમાં રહેતા મનીષ દેવશીભાઈ લાંબરીયા અને વિપુલ વાલાભાઈ ગામરા નામના શખ્સોએ અવાર નવાર મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું અને સગીરાને આ બાબતે કોઈને કહીશ તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી જે બાદ સગીરાને ગર્ભ રહી જતા આરોપીઓનું કુકર્મ સામે આવ્યું હતું. સગીરાએ મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવની ફરિયાદનાં આધારે બન્ને આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ ૩૭૬ ડી,506 (૨) તેમજ પોકસો એક્ટ કલમ ૫(એલ) (જી)(જે-૨),૬ મુજબ ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!