Thursday, December 26, 2024
HomeGujaratનાગડાવાસ ગામનાં પાટીયા નજીક હોટલના ટોયલેટમાં થયેલ નુકશાનીના પૈસા માગતા કન્ટેનર ચાલકે...

નાગડાવાસ ગામનાં પાટીયા નજીક હોટલના ટોયલેટમાં થયેલ નુકશાનીના પૈસા માગતા કન્ટેનર ચાલકે ઝેરી દવા પીને કર્યો આપઘાત

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા. ૪/૫/૨૦૨૧નાં રોજ મોરબીના ટીબડી પાટિયા નજીક સુરેશ પેટ્રોલીયમની ઓરડીમાં રહેતા અને મૂળ રાજસ્થાનના વતની મહેન્દ્રભાઈ એસીરામભાઈ ઓડનો દીકરો વિશાલ તથા તેની સાથેનો ડ્રાઈવર સોહિલખાન બને કન્ટેનર લઈને માળિયા હાઈવે નાગડાવાસ ગામના પાટિયા પાસે આવેલ નીલકંઠ હોટલમાં ન્હાવા ધોવા માટે રોકાયેલ હતા ત્યાં ફરિયાદી મહેન્દ્રભાઈનો દીકરો વિશાલ કન્ટેનર રીવર્સ લેતો હોય ત્યારે પાછળ રહેલ નીલકંઠ હોટલના ટોઇલેટને નુકશાન થયેલ જેથી ટોયલેટની નુકશાની પેટે હોટલ સંચાલક તથા હોટલ માલિક બંનેએ ફરિયાદી મહેન્દ્રભાઈના દીકરા વિશાલ સાથે રકઝક કરી છેલ્લે રૂપિયા ૨૫,૦૦૦/- આપવાનું કહેલ પરંતુ ફરિયાદી મહેન્દ્રભાઈના દીકરા તથા ડ્રાઈવર સાહિલખાન પાસે રૂપિયા ન હોય અને રૂપિયા આપવા માટે પ્રેસર કરવા લાગતા ફરિયાદી મહેન્દ્રભાઈના દીકરા વિશાલે તેની ટ્રકને કેબીનમાં રહેલ ઝેરી દવા પી જતા તેનું સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકનાં પિતા મહેન્દ્રભાઈ ઓડએ ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે બનાવની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!