સમગ્ર ગુજરાત સહીત દેશભરમાં તા. ૧૬ જાન્યુઆરીથી કોરોના રસીકરણ અભિયાન શરુ કરવામાં આવનાર છે જેની તૈયારીના ભાગરૂપે ગુજરાત આવેલ કોરોના રસીની વહેંચણી કરવામાં આવી રહી છે જેમાં મોરબી જિલ્લાને ૫૩૪૦ ડોઝનો પ્રથમ જથ્થો ફાળવવામાં આવ્યો હોય જે આજે મોરબી આવી પહોંચ્યો છે મોરબી આરોગ્ય વિભાગની ટીમના ફાર્માસીસ્ટ અતુલભાઈ પટેલ અને પાઈલોટીંગ ઓફિસર વિનોદભાઈ સોલંકી રાજકોટ પહોંચ્યા હતા અને વેક્સીનનો જથ્થો લઈને મોરબી પહોંચ્યા હતા
આ તકે સાંસદ મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, પૂર્વ ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વેક્સીન જથ્થો મોરબી આવી પહોંચતા ખુશી વ્યક્ત કરી હતી જો કે આ સ્વાગત સમારોહ દરમ્યાન એક બીજાના પેંડાથી મો મીઠા કરાવતા આજુબાજુના લોકોમાં કચવાટ જોવા મળ્યો છે હતો કેમ કે કોરોના એ મહામારી બીમારી છે ત્યારે આ વેકસીન ની અપેક્ષા પણ લોકોએ નહોતી કરી કે આવા રોગ આવશે અને તેની રસી આવશે જો કે ભાજપના આગેવાનોએ આ રસી સ્વાગત સમયે પેંડા વ્હેચી મો મીઠું કરતા લોકોમાં રમૂજ બની હતી તો ક્યાંક કચવાટ જોવા મળ્યો હતો