મોરબીના માળીયા મીં. તાલુકાનાં દહિસરા ગામ પાસે જી.ઇ.બી. સબ સ્ટેશન પાછળ બાવળનાં ઝુંડમાં ચાલતી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે.
મળતી માહિતી અનુસાર, માળીયા મીં. પોલીસ સ્ટાફને ગઈકાલે બાતમી મળી હતી કે, માળીયા મીં. તાલુકાનાં દહિસરા ગામ પાસે જી.ઇ.બી. સબ સ્ટેશન પાછળ બાવળનાં ઝુંડમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમી રહી રહી છે. જે હકીકતના આધારે પોલીસે રેડ કરી હતી. અને સ્થળ પર આથો રાખી ભઠ્ઠી ચલાવી દેશી દારૂ બનાવતા અલાઉદ્દીન જાકમભાઈ ભટ્ટી નામના ૨૮ વર્ષીય શખ્સને ઝડપી પાડ્યો હતો. તેમજ લીટર-૫૦ ગરમ આથો, ૨૦૦ લીટરની ક્ષમતા વાળો આખો આથાથી ભરેલ બેરેલ, ૧૦ લીટર દેશી દારૂ ભરેલ કેન, ભઠ્ઠીના સાધનો એલ્યુમીનીયમનુ બકડીયું મળી કુલ રૂ.૭૪૦/- નો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.









