Saturday, April 27, 2024
HomeGujaratટંકારાના વીરપર ગામે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઝડપાઈ: એકની ધરપકડ

ટંકારાના વીરપર ગામે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઝડપાઈ: એકની ધરપકડ

મળતી માહિતી અનુસાર ટંકારા પોલીસે વીરપર ગામે પૂર્વ બાતમીને આધારે દરોડો પાડતા વોંકળામાં ધમધમતી દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી ઝડપી લેવામાં આવી હતી. દરોડા દરમિયાન પોલીસે સ્થળ ઉપરથી ૨૦ લીટર દેશી દારૂ, ૫૦ લીટર ગરમ આથો, ૨૦૦ લીટર ઠંડો આથો તથા દેશી દારૂ બનાવવાના સાધન સામગ્રી ગેસનો ચૂલો, સીલીન્ડર, તગારુ સહીત કુલ રૂ.૨૨૫૦/-ના મુદામાલ સાથે આરોપી સુનીલભાઈ રાજુભાઈ ઉઘરેજા ઉવ.૨૭ રહે. વીરપર ગામ તા.ટંકારા જી.મોરબીને ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યારે પકડાયેલ આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!