Friday, August 28, 2026
HomeGujaratપંચાસર ચોકડી નજીક ટ્રકની ટક્કરે મોપેડ સવાર દંપતી ઘાયલ

પંચાસર ચોકડી નજીક ટ્રકની ટક્કરે મોપેડ સવાર દંપતી ઘાયલ

મોરબીના પંચાસર ચોકડી નજીક ધુતારીના નાળા પાસે ટ્રક ચાલકે એક્ટિવાને પાછળથી ટક્કર મારતા મોપેડ સવાર વૃદ્ધ દંપતી રોડ પર પટકાયું હતું. અકસ્માતમાં પતિ-પત્નીને ઇજાઓ થતાં રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ટ્રક ચાલક અકસ્માત બાદ ટ્રક લઈને ફરાર થઈ ગયો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી વિગતો અનુસાર, અનસોયાબેન રણછોડભાઈ દેત્રોજા ઉવ.૬૨ રહે. ડીવાઇન પાર્ક સોસાયટી કામધેનુ સામે મોરબી વાળા ગત તા.૨૦/૦૮/૨૦૨૬ના રોજ બપોરે અઢીથી ત્રણ વાગ્યાના અરસામાં તેમના પતિ રણછોડભાઈ દેત્રોજા ઉવ.૬૮ સાથે એક્ટિવા નં. જીજે-૦૩-ઈજી-૬૨૨૮ ઉપર વાવડી ગામે જઈ રહ્યા હતા. દરમિયાન પંચાસર ચોકડી નજીક ધુતારીના નાળા પાસે પાછળથી આવેલા ટ્રક નં. એચઆર-૩૮-એએલ-૧૨૩૦ ના ચાલકે પુરઝડપે અને બેદરકારીથી ટ્રક હંકારી એક્ટિવાને ટક્કર મારતા દંપતી નીચે પટકાયું હતું. અકસ્મતમાં અનસોયાબેનને બંને હાથની કોણીના ભાગે મૂઢ ઇજા થઈ હતી, જ્યારે રણછોડભાઈને માથામાં ઇજા થતાં મોરબીની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટની સિનેર્જી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક લઈને નાસી ગયો હતો. હાલ સીટી એ ડિવિઝન પોલીસે અનસોયાબેનની ફરિયાદને આધારે આરોપી ટ્રક ચાલક સામે બીએનએસની કલમ તથા એમવી એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!