Friday, May 8, 2026
HomeGujaratમોરબીના ઉંચી માંડલ ગામે ૧૬૦ લીટર દેશી દારૂ પકડી લેતી ક્રાઇમ બ્રાંચ,...

મોરબીના ઉંચી માંડલ ગામે ૧૬૦ લીટર દેશી દારૂ પકડી લેતી ક્રાઇમ બ્રાંચ, આરોપી ફરાર

મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગીરાહે બાતમી મળી કે, ઉંચી માંડલ ગામની સીમમાં વિનુભાઈ ભરવાડની વાડીની બાજુમાં વીડમાં દેશી દારૂ રાખી મોરબી ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતો આરોપી વાલજીભાઈ શામજીભાઈ જંજવાડીયા દેશી દારૂ રાખી તેનું ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે. જેથી ક્રાઇમ બ્રાંચ પોલીસે સયુક્તમાં ઉપરોક્ત સ્થળે રેઇડ કરતા, જ્યાં બાવળની કાંટમાંથી ૧૬૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૩૨,૦૦૦/- મળી આવ્યો હતો, જ્યારે આરોપી વાલજીભાઈ જંજવાડીયા રેઇડ દરમિયાન હાજર નહિ મળી આવતા, તેને ફરાર જાહેર કરી તેની વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધાવી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!