એસપી સહિતનો પોલીસ કાફલો શહેરમાં પેટ્રોલીંગમાં નિકળ્યો
 
 
મોરબીમાં કોરોના સંક્રમણ વધતા આજે રાત્રીના 8 વાગ્યાથી કરફ્યુનો અમલ શરૂ થઈ ગયો છે. તમામ દુકાનો ૮ વાગ્યા પહેલા જ બંધ થઈ હતી. મોટી સંખ્યામાં લોકો ઘર તરફ વળ્યા હતા. હાલ બજારોમાં સન્નાટો છવાઈ ગયો છે. બીજી તરફ એસપી સહિતનો પોલીસ કાફલો શહેરમાં પેટ્રોલીંગમાં નિકળ્યો હતો અને આયોજનબદ્ધ રીતે શહેરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અનેક જગ્યાએ પોલીસ દ્વારા લોકોને અટકાવી પૂછપરછ કરવામાં આવી રહી છે. જો કોઈ બિનજરૂરી રીતે બહાર નીકળ્યા હોય તો પોલીસ દ્વારા તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.


                                    






