Tuesday, November 26, 2024
HomeGujaratમોરબી જીલ્લામાં કાળચક્ર ફરી વળ્યું:એક જ દિવસમાં અપમૃત્યુના પાંચ બનાવ નોંધાતા ચકચાર

મોરબી જીલ્લામાં કાળચક્ર ફરી વળ્યું:એક જ દિવસમાં અપમૃત્યુના પાંચ બનાવ નોંધાતા ચકચાર

મોરબી જીલ્લામાં એક જ દિવસમાં અપમૃત્યુના પાંચ બનાવમાં ત્રણ યુવકો સહીત પાંચ લોકોના અકાળે મોત નિપજતા સમગ્ર મોરબી પંથકમાં ચકચાર મચી ગયો હતો. જેમાં ત્રાજપર ગામે યુવકે ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. શહેરના રામકૃષ્ણનગરમાં રહેતા વૃદ્ધ મહિલાનું કોઈ કારણોસર મૃત્યુ નિપજતા પીએમ અર્થે તેમની ડેડબોડી સિવિલ હોપિટલ ખાતે લાવેલ જયારે તાલુકાના ખરેડા ગામ નજીક ડેમના કોઝવેમાં અકસ્માતે પડી જવાથી યુવકનું મોત થયું હતું. વાંકાનેરના વીસીપરામાં રહેતા પ્રૌઢે ઝેરી દવા ગટગટાવતા તેમજ આ સિવાય હળવદના આનંદ બંગ્લોઝમાં રહેતા આશાસ્પદ યુવકે ટ્રેઈન નીચે પડતું મુકી આપઘાત કરતા તેમનું મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

અપમૃત્યુના પ્રથમ બનાવમાં મોરબીના ત્રાજપર ગામે રહેતા ૨૬ વર્ષીય રવીભાઇ લાલજીભાઇ બામ્ભવાએ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જતા મૃતક રવિભાઈની ડેડબોડી મોરબી સિવિલ હોસ્પિટલે લાવતા મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા જ્યાં પોલીસે ઇન્કવેસ્ટ પંચનામું કરી પીએમ સહિતની તબીબી કાર્યવાહી કરાવી હતી. હાલ પોલીસે અ.મોતની એન્ટ્રી કરી આગળની તપાસ ચલાવી છે.

બીજા બનાવમાં મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રામકૃષ્ણનગર-૫માં રહેતા પદમાબેન રામજીભાઇ રાઠોડ ઉવ.૬૦નું કોઈ અગમ્ય કારણોસર મોત નિપજતા પરિવારજનો દ્વારા તેમની ડેડબોડી મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ કરાવવા લાવતા ફરજ પરના ડોક્ટરે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે પોલીસે અ.મોતની નોંધ કરી તપાસ શરૂ કરી છે.

જયારે અપમૃત્યુના ત્રીજા બનાવમાં મોરબી તાલુકાના ખરેડા ગામ પાસે આવેલ ઘોડાધ્રોઇ ડેમના કોઝવેમાં અકસ્માતે પડી જતા ખરેડા ગામના મનજીભાઇ હરખજીભાઇ પીપળીયા ઉવ.૩૦નું મોત નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે અકસ્માતે ડેમના કોઝવેમાં પડી ગયેલ મૃતક મનજીભાઇ હરખજીભાઈ પીપળીયાની ડેડબોડી શોધવા મોરબી ફાયર વિભાગના જવાનોને બોલાવવામાં આવ્યા હતા ત્યારે ફાયર વિભાગની ટીમ તેમજ ગામલોકોની મદદથી ત્રણ કલાકની જહેમત બાદ માનજીભાઈની ડેડબોડી પાણીમાંથી બહાર કઢાઈ હતી. મૃતક માનજીભાઈની ડેડબોડી અત્રેની સિવિલ હોસ્પિટલે લાવતા મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી છે.

ચોથા અપમૃત્યુના નોંધાયેલ કેસની પ્રાપ્ત વિગત અનુસાર વાંકાનેર ટાઉનમાં આવેલ વીસીપરામાં રહેતા રમેશભાઇ માલાભાઇ ઝીઝુવાડીયા ઉવ.૫૫એ સૌરાષ્ટ્ર પોટરીની બાજુમાં માતાજીના મંદિર પાસે વિશીપરા વાંકાનેર ખાતે કોઇ કારણોસર ઝેરી પદાર્થ પી જતા રમેશભાઈને સારવાર અર્થે વાંકાનેર સરકારી હોસ્પિટલે લાવતા જ્યાં ફરજ પરના ડોક્ટરે રમેશભાઈને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. ત્યારે વાંકાનેર સીટી પોલીસે અ.મોત રજી. કરી આગળની તપાસ વાંકાનેર સીટી પોલીસ મથકના હેડ કોન્સે. વી.આર.પરમાર દ્વારા ચલાવવામાં આવી છે.

જયારે અપમૃત્યુના પાંચમા બનાવમાં હળવદના આનંદ બંગ્લોઝમાં રહેતા ૨૩ વર્ષીય ભૌમીક અલ્પેશભાઇ પટેલ એ ગઈકાલ તા.૦૮/૦૫ ના રોજ કોઈ કારણોસર હળવદ માર્કેટિંગ યાર્ડ સામે રેલ્વે ટ્રેક ઉપર પસાર થઇ રહેલી ટ્રેઈન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લેતા પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગયી હતી ત્યારે આપઘાતના આ બનાવ અંગે હળવદ પોલીસે અ.મોત રજી.કરી આપઘાત કરવા પાછળના કારણો શોધવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!