Monday, November 25, 2024
HomeGujaratવાંકાનેરના ઠીકરીયાળા ગામે દીકરીના છુટાછેડાના મન:દુખમાં ચાર આરોપીઓ દ્વારા દીકરીના પિતા પર...

વાંકાનેરના ઠીકરીયાળા ગામે દીકરીના છુટાછેડાના મન:દુખમાં ચાર આરોપીઓ દ્વારા દીકરીના પિતા પર હુમલો કરાયો

વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામે ફરીયાદીની દીકરીના છુટાછેડા અંગે ચાલતા મનદુખનો ખાર રાખી ચાર આરોપીઓએ ફરિયાદી ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ પોલીસ મથકે નોંધાયો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના જાંબુડિયા ગામે રહેતા માલાભાઇ છનાભાઇ પાંચલ (ઉ.વ. ૫૦)ની દીકરીના છુટા છેડા બાબતે મલાભાઈ અને આરોપીઓ જીવાભાઇ માલાભાઇ ગોહીલ, ભાનુભાઇ માલાભાઇ ગોહીલ, વિજયભાઇ જીવાભાઇ ગોહીલ, સંજયભાઇ ભાનુભાઇ ગોહીલ રહે. બધા. ઠીકરીયાળાવાળાઓ વચ્ચે મનદુખ ચાલતુ હતું જેનો ખાર રાખી આ ચારેય આરોપીઓએ ફરિયાદી માલાભાઇ ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી ધોકાના આડેધડ ઘા ઝીંકી સાથળમા મારી ઇજા કરવા ઉપરાંત ઢીકાપાટુનો મુંઢ માર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ ઉપરાંત બેફામ વાણી વિલાસ આચરતા ચારેય ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે જેને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!