Thursday, January 23, 2025
HomeGujaratરફાળીયાથી લીલાપરને જોડતા માર્ગ પર કાળમુખા ટેમ્પોની અડફેટે બાઈકચાલકનું મોત

રફાળીયાથી લીલાપરને જોડતા માર્ગ પર કાળમુખા ટેમ્પોની અડફેટે બાઈકચાલકનું મોત

મોરબી તાલુકાના રફાળીયા ગામથી લીલાપર ગામેને જોડતા રોડ ઉપર આઈશર ટેમ્પોના ચાલકે બાઈકને ઠોકર મારતા બાઈક ચાલક યુવાન ગંભીર રીતે ઘવાયો હતો જેમાં તેનું મોત નીપજ્યું હોવાનુ પોલીસ સમક્ષ જાહેર થવા પામ્યું છે.

- Advertisement -
- Advertisement -

આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર રફળીયા ગામથી લીલાપર ગામ તરફ જતા માર્ગ પર રાજુ આમલેટ નજીકથી મો.સા. રજી નં. GJ-03-BN-0415 ના ચાલક દિવ્યેશભાઈ સોલંકી બાઈક લઇ જઇ રહ્યા હતા આ દરમિયાન પુર પાટ વેગે આવતા કાળમુખા ટેમ્પો રજી નં. GJ-36-V-4731 ના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દઈ બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બાઈક ચાલક દિવ્યેશને ગંભીર ઇજા થતાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર કારગત ન નિવડતા તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.
અકસ્માત બાદ ટેમ્પો ચાલક નાશી છૂટતા આ બનાવ અંગે મૃતકાનભાઈ તુલસીભાઇ લક્ષ્મણભાઇ સોલંકી (ઉ.વ.૨૦ રહે. રફાળીયા ગામ આંબેડકર નગર તા.જી.મોરબી) એ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેને પગલે પોલીસે કલમ ૨૭૯,૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!