મોરબી તાલુકાનાં નીચી માંડલ ગામે નર્મદા કેનાલમાં ડુબી જતા ડૂબી જતા સગીરનું મૃત્યુ થયું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીના નીચી માંડલ ગામે નોકેલ વીટ્રીફાઈડ કારખાનામાં રહી મજૂરીકામ કરતાં વિનોદભાઈ પ્રહલાદસિંહ વામનીયા (ઉ.૧૯) ગત તા. ૧૪ ના રોજ બપોરે બારેક વાગ્યાના સુમારે નર્મદા કેનાલમાં નાહવા ગયા હતાં ત્યારે અકસ્માતે પગ લપસી જતા કેનાલમાં ડૂબી જતા મોરબી ફાયરની ટીમ દ્વારા શોધખોળ હાથ ધારવામાં આવી હતી અંતે કેનાલમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો બાદમાં મોરબી તાલુકા પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી બનાવ અંગે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.