Thursday, December 26, 2024
HomeNewsMorbiમોરબીમાં અલગ-અલગ જગ્યાએ અપમૃત્યુ : વીજશોક લાગતા મહિલાનું મોત અને તલાવડીમાં ડૂબી...

મોરબીમાં અલગ-અલગ જગ્યાએ અપમૃત્યુ : વીજશોક લાગતા મહિલાનું મોત અને તલાવડીમાં ડૂબી જતાં બાળકનું મોત

ટંકારાના લજાઈ-હડમતીયા રોડ પર વીજશોક લાગતા મહિલાનું મોત
ટંકારાના લજાઈ હડમતિયા રોડ પર આવેલ વાડીમાં ફેન્સીંગ તારમાં ઇલેક્ટ્રિક શોક લાગતા શ્રમિક મહિલાનું મોત નીપજયું હતું.બનાવ મામલે ટંકારા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ટંકારાના લજાઈ હડમતિયા રોડ પર આવેલ અંબારામભાઇ અવચરભાઇની વાડીમાં ફેન્સીંગ તારની વાડ બનાવવામાં આવી હોય જેમાં ઇલેક્ટ્રિક વાયરમાં ગુડીબેન રાકેશભાઇ દરીયાલાલને વિજ શોક લાગતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે ટંકારા પોલીસે નોંધ કરી ધોરણસરની કર્ય્વાહ્હી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના રંગપર ગામ નજીક તલાવડીમાં ડૂબી જતા બાળકનું મોત
મોરબીના રંગપર ગામ નજીક ખેત તળાવમાં ડૂબી જવાથી સાત વર્ષના બાળકનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબીના રંગપર ગામ નજીક આવેલ સિરામિકની પાછળના ભાગમાં રહેતા ઓમપ્રકાશ ભારતીનો સાત વર્ષનો દીકરો શિવમ ખેત તલાવડીમાં ન્હાવા માટે ગયેલ હોય દરમિયાન અકસ્માતે પાણીમાં ડૂબી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!