ઇન્ટ્રો મોરબીના જાહેર માર્ગો પર દવા અને સેનિટાઈઝરનો છંટકાવ કરવા અને સાચા આંકડા જાહેર કરવા તેમજ નવા કોવિડ સેન્ટર ઉભા જ કરવા જીલ્લા કલેકટર,સાંસદ સભ્ય,આરોગ્ય વિભાગને લેખિત રજુઆત કરાઈ.
મોરબી જીલ્લામાં કોરોનાની સ્થિતિ બગડતી જઈ રહી છે ત્યારે મોરબીના નાગરિકો દ્વારા પણ જાગૃતતા લાવવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે જેમાં મોરબીના નાગરિક મેહુલ ગાભવા ,વરુણ દલસાણીયા સહિતના ૧૫ જેટલા નાગરિકોએ મોરબીના જાહેર સ્થળો અને માર્ગો પર દવાઓનો છંટકાવ કરવા અને સેનિટાઈઝરનો છંટકાવ ચાલુ રાખવા માંગ કરી છે સાથે સાથે આ જાગૃત નાગરીકો દ્વારા મોરબી જીલ્લાના કોરોના સચોટ આંકડા જાહેર કરવા અને કોરોના માટે સસ્તી સારી કોવિડ ૧૯ સેન્ટરો યોગ્ય અને સુરક્ષિત જગ્યાએ ઉભા કરવા માંગ કરો છે
ત્યારે મોરબી જીલ્લામાં પોઝિટિવ દર્દીઓની પણ વ્યવસ્થિત મુલાકાત લેવામાં આવે તેવી લેખીત રજુઆત મોરબી જીલ્લા કલેકટર, મોરબી સાંસદ વિનોદ ચાવડા,રાજકોટ સાંસદ મોહન કુંડારિયા,જીલ્લા આરોગ્ય વિભાગ ,રાજ્યના આરોગ્ય મંત્રી તેમજ મોરબી નગરપાલિકા ચીફ ઓફિસરને કરવામાં આવી છે ત્યારે હવે આ રજૂઆત ના પગલે ક્યારે તેના પર કાર્યવાહી કરવામાં આવશે એ હવે જોવું રહ્યું.