મોરબી શહેર ભલે મહાનગરોથી નાનું લગે.પણ એની વિકાસની ક્ષિતિજો એટલી હદે વિસ્તરેલી છે કે દેશ જ નહીં અંતરરાષ્ટ્રીય સ્તરે પણ મોરબીની આગવી ઓળખ પ્રસ્થાપિત થઈ છે. આથી જો આઝાદી પછી મોરબીનો વિકાસ થયો હોત તો કદાચ આજે મોરબી મહાનગરથી કમ ન હોત, પણ મોરબીની પ્રજાની કમસીનીબી એ રહી છે કે, નેતાઓ અને તંત્રએ પ્રજાની સુવિધાઓની કોઈ પરવા કર્યા વગર પોતાનું હિત ઇચ્છયું.એના કારણે આજે આઝાદીના સાત દાયકા પછી પણ મોરબી વિકાસને ઝંખી રહ્યું છે. એ તંત્ર અને નેતાઓ માટે શરમજનક બાબત છે.
મોરબી શહેરમાં સુવિધાની વાત કરીએ તો એકાદ હરવા ફરવા લાયક સ્થળો છે અને ત્રણ ચાર બાગ બગીચા છે.પણ આ સુવિધાઓની હાલત એકદમ બદતર છે.એટલે આ સુવિધાઓ ન હોવા જેવી જ છે. શહેરના સરદાર બાગ, કેસર બાંગ અને સુરજ બાગની દશા એટલી હદે કપરી છે કે લોકો એનો ઉપયોગ કરી શકે એમ જ નથી.આ ઉપરાંત રાજવી કાળમાં બનાવેલા ઐતિહાસિક ધરોહર સમાન ઝૂલતા પુલની પણ અત્યંત ખરાબ હાલત છે.ઝૂલતા પુલનું સંચાલન હાલ ખાનગી કંપની પાસે છે.જો કે આ પુલનું અનેક વખત સમારકામ કર્યું છે.પણ આ પુલની હાલત જ એવી ખરાબ છે કે એક સાંધો ત્યાં તેર તૂટે એમ છે.હાલ આ પુલ ચાલુ છે.પણ પુલની જોખમી હાલતને કારણે ક્યારે દુર્ઘટના બને એ નક્કી નથી.
જાહેર બાગ બગીચા અંગે લોકોએ એવી પ્રતિક્રિયા આપી છે કે, પાલિકામાં વર્ષોથી ગમે તે પક્ષનું શાશન આવે પણ બાગ બગીચાની હાલત સુધરતી નથી. પાલિકાના જનરલ બોર્ડમાં બગીચાના રીનોવેશન પાછળ લાખોનો ખર્ચ ફળવાઈ છે.પણ એનો અમલ થતો નથી.પરીણામેં આ ત્રણ કહી શકાય એવા મુખ્ય બાગોની હાલત એવી ખરાબ છે કે, લોકોને બાગમાં જવાનું ટાળવુ પડે છે.બગીચામાં ઉભરાતી ગટર કચરાના ગંજથી ફેલાતી બેસુમાર ગંદકી, લોનનો અભાવ, બાળકોમાં માટે રમત ગમતના સાધનો પણ જર્જરિત બની ગયા હોવાથી એનો ઉપયોગ કરતી વખતે બાળકોને નાની મોટી ઇજા થાય છે.
મોરબીએ બબ્બે કુદરતી આપતી સહન કરીને આપબળે અકલ્પનિય વિકાસ સાધ્યો છે. આજે મોરબીની જે કાંઈ સારી ઓળખ દેશ અને વિદેશમાં છે એ જનતાની ખુમારીને આભારી છે.બાકી નેતાઓ અને તંત્રએ પ્રજા માટે કઈ કર્યું નથી.જો નેતાઓ અને તંત્રએ પ્રજાનું હિત વિચાર્યું હોત તો આજે મોરબીની આવી ખરાબ દશા ન હોય.લાચાર જનતા પણ દરેક વખતે સુવિધાની આશાએ ખોબેલે ખોબલે મત આપે છે.એના બદલામાં એને નિરાશા સિવાય કશું જ હાથ લાગતું નથી.આવા સંજોગો વચ્ચે પણ મોરબીની પ્રજાને સુવિધા આપે એવી નિષ્પક્ષ તંત્ર અને નિષ્ઠાપૂર્વક કામ કરે એવા નેતાઓની તલાશ છે.ત્યારે પાલિકાની ચૂંટાયેલી નવી બોડી શુ મોરબી વાસીઓના સપનાના બગીચાઓ બનવવામાં સફળ થશે એ આગામી સમય જ બતાવશે.