Saturday, April 27, 2024
HomeGujaratમોરબી : નેશનલ હાઇવે પરથી કારમાં વિદેશી દારૂનાં જથ્થા સાથે બે ઝડપાયા

મોરબી : નેશનલ હાઇવે પરથી કારમાં વિદેશી દારૂનાં જથ્થા સાથે બે ઝડપાયા

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન મોરબી તાલુકાના નાગડાવાસ ગામના પાટીયા પાસે પહોંચતા નેશનલ હાઇવે રોડ ઉપર એક હ્યુન્ડાઇ કંપનીની આઇ-20 કાર શંકાસ્પદ લાગી હતી. આથી, પોલીસે તેને રોકવા જતા ઇસમો કાર લઇ ભાગવા જતા હતા. આથી, પોલીસે તેનો પીછો કરી કારને આંતરી ઉભી રખાવી હતી. અને કાર ચેક કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂ મેકડોવેલ્સ નં-01 સુપીરીયર વ્હીસ્કીની કાચની કંપની શીલ પેક બોટલો નંગ-203 (કિં.રૂ. 76,125) મળી આવી હતી જેથી પોલીસે હ્યુન્ડાઇ કંપનીની આઇ-20 કાર રજી.નં. GJ-13-NN-7216 (કિં.રૂ. 3,00,000) મળી કુલ રૂ. 3,76,125નો મુદ્દામાલ કબ્જે કરી બંને ઈસમો ધર્મેશભાઇ ચંદુભાઇ બરાસરા, મહેન્દ્રભાઇ ભરતભાઇ પાટડીયાની અટક કરી હતી. જ્યારે આ દારુનો જથ્થો ગણેશભાઈ કોળીએ મોકલ્યો હોવાનું ખુલતાં પોલીસે ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો રજી. કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!