મોરબીના ધૂળકોટ ગામમાં વીજશોક લાગતા શ્રમિકનું મોત.જે બનાવને પગલે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.બનાવની પ્રાપ્ત થતી વિગત અનુસાર મૂળ ભાવનગરના વતની અને હાલ ધૂળકોટ ગામે રહીને ખેત મજુરી કરતા કાળુભાઈ હીરાભાઈ ઝાલા (ઉ.વ.૩૬) નામના શ્રમિક યુવાનને વીજશોક લાગતા મોત થયું છે જે બનાવની નોંધ કરી મોરબી તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે