હળવદ શહેરમાં અડીંગો જમાવી ઉભી રહેતી લારી વાળાઓ સામે પગલા લેવા તંત્ર લાચાર બન્યું છે. હળવદ શહેરના મેન બજાર તેમજ બ્રાહ્મણ ભોજન શાળા પાસે પાસે.બસ સ્ટેશન રોડ, વૈજનાથ ચોકડી પાસે, સીનીયર સીટીઝન પાર્ક પાસે. વગેરે મોકાની જગ્યા પર ખાણીપીણીની લારીઓ ગોઠવાઈ ગયેલી નજરે પડે છે નગરપાલિકા ની જગ્યા ઉપર ખાણીપીણીની લારીઓ વાળા પાસેથી ભાડું વસુલાતુ હોવાનું જાણવા મળ્યું છે.આ જગ્યા ભાડે કોણે આપી? કેટલું ભાડું વસુલાય છે?કોણ ભાડું વસુલે છે? વિગેરે પ્રશ્નો તપાસનો વિષય બન્યો છે હળવદ શહેરીજનો કહે છે કે લોકોની સુવિધા માટે ની જગ્યા એટલે કે ફૂટપાથ પર કે આજુબાજુમાં લારીઓવાળા અડીંગો જમાવીને બેઠા છે, આ લોકો પાસેથી ગેરકાયદેસર તગડું ભાડું કોણ ઉધરાવી રહ્યું છે.તે તપાસ કરીને પગલાં લેવામાં આવે તેવી શહેરીજનોની માંગણી ઉઠવા પામી છે. ત્યારે હળવદ નગરપાલિકા નવનિયુક્ત ચીફ ઓફિસર પાંચ ભાઈ માળી આ બાબતે કાર્યવાહી કરશે તેવું શહેરીજનો માં ચર્ચાઇ રહ્યું છે