Sunday, November 24, 2024
HomeGujaratકોરોના કાળમાં સ્થગિત થયેલ જિલ્લા સંકલન બેઠક લાંબા સમય બાદ મળી :...

કોરોના કાળમાં સ્થગિત થયેલ જિલ્લા સંકલન બેઠક લાંબા સમય બાદ મળી : પ્રજાકીય પ્રશ્નોના નિરાકરણ લાવવા કલેક્ટરના આદેશ

પ્રજાલક્ષી અભિગમ સાથે હકારાત્મક નિકાલ માટે જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ દ્વારા તાકીદ કરાઇ

- Advertisement -
- Advertisement -

કોરોનાના કારણે છેલ્લા કેટલાંય સમયથી સ્થગિત થયેલ જિલ્લા સંકલન બેઠક જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને ગત શુક્રવારે યોજવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લાના વિવિધ પદાધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રશ્નો અંગે ચર્ચા કરી સંબંધિત અધિકારીઓ પાસેથી રિપોર્ટ મેળવી પ્રશ્નોના હકારાત્મક નિકાલ માટે તાકીદ કરવામાં આવી હતી.

જુલાઇ મહિનાની આ સંકલન નિવાસી અધિક કલેક્ટર એન.કે. મુછાર દ્વારા બેઠકનું સંચાલન કરી વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી સંબંધિત અધિકારીઓ પાસેથી તે અંગેનો પ્રગતિ અહેવાલ તેમજ કામગીરી અંગે કલેક્ટર જે.બી. પટેલ દ્વારા સુચનાઓ આપવામાં આવી હતી.

આ બેઠકમાં સાસંદ વિનોદ ચાવડા તેમજ ધારાસભ્ય બ્રિજેશ મેરજાની લક્ષ્મીનગર ગામ થી અમરનગર ગામ સુઘી નેશનલ હાઇવેની બન્ને બાજુ ગટરો ખુલ્લી કરાવી ખેડુતોના ખેતરોમાં અને રસ્તાઓ ૫ર ભરાતા પાણીનો નિકાલ કરવા અંગેની રજૂઆત બાબતે એનએચએઆઇના અધિકારીઓને મોરબી પ્રાંત અધિકારીના સંકલનમાં રહીને એક અઠવાડીયામાં સમગ્ર પ્રશ્નનો ઉકેલ લાવવા તાકીદ કરવામાં આવી હતી.

મોરબી તાલુકાનાં કેશવનગર ગામની સનદો મળવા બાબતે, મચ્છુ-૩ ડેમના પાઇ૫લાઇનના લીકેજને લીઘે મેઘ૫ર ગામના ખેડુતોની જમીનમાં થતું નુકશાન અટકાવવા, મચ્છુ-૩ માથી પાણી છોડી માળીયા (મીં) ના છેવાડાના ગામોના તળાવ ભરવા, મોરબી- માળીયા (મીં) વાયા દેરાળા બસ રુટ ચાલુ કરવા, ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડની પાણીની પાઇ૫લાઇન L&T દ્વારા મોરબી તાલુકાનાં જીવા૫ર ગામે નંખાયેલ છે તેનું યોગ્ય પુરાણ ન થવાને લીઘે ખેડુતોના ખેતરમાં પાણીથી થતું નુકશાન અટકાવવા બાબતે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી તમામ પ્રશ્નોનો ઉકેલ લાવવા સુચનાઓ આપવામાં આવી હતી.

આ બેઠકમાં મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન હંસાબેન પારઘી, જિલ્લા વિકાસ અધિકારી પી.જે.ભગદેવ, જિલ્લા પોલીસ વડા એસ.આર. ઓડેદરા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક મીતા.એમ. જોષી, મોરબી પ્રાંત અધિકારી ડી. એ. ઝાલા, કાર્યપાલક ઇજનેર બી.પી. જોષી, જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે.એમ. કતીરા સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓએ આ બેઠકમાં ભાગ લીધો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!