મોરબીની વી.સી. ટેકનિકલ હાઇસ્કૂલ ખાતે ૧૭ જૂને કેમ્પ યોજાશે, ફેર બદલી કેમ્પમાં જરુરી આધાર પુરાવા સાથે હાજર રહેવા અનુરોધ
જિલ્લા ફેર બદલીથી મોરબી જિલ્લામાં આવવા માંગતા અને અન્ય જિલ્લા/નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં નોકરી કરતા પ્રાથમિક/ઉચ્ચ પ્રાથમિક વિભાગના શિક્ષકોનો જિલ્લા ફેર બદલી સ્થળ પસંદગી કેમ્પ તા.૧૭/૦૬/૨૦૨૧ ગુરૂવાર ના રોજ ધી.વી.સી.ટેકનિકલ હાઇસ્કૂલ, વી.સી. ફાટક સામે, મોરબી ખાતે રાખવામાં આવેલ છે. ફેર બદલી કેમ્પમાં સવારે ૦૯:૦૦ કલાકે ધો ૧ થી ૫, બપોરે ૧૩:૩૦ કલાકે ભાષા, બપોરે ૧૫:૦૦ કલાકે સામાજિક વિજ્ઞાન, બપોરે ૧૬:૩૦ કલાકે ગણિત-વિજ્ઞાન નો જિલ્લા ફેર બદલી સ્થળ પસંદગી કેમ્પ યોજાશે.
મોરબી જિલ્લાની આખરી શ્રેયાનતા યાદી મુજબ જિલ્લા ફેર બદલી કેમ્પમાં જરુરી આધાર પુરાવા સાથે હાજર રહેવા અર્થે ધો. ૧ થી ૫ માં ખાસ કેટેગરીમાં ક્રમ નં: ૧ થી ૫, એકતરફી કેટેગરીમાં ક્રમ નં:૧ થી ૧૧૫, ભાષા માં ખાસ કેટેગરીમાં ક્રમ નં: ૧ થી ૯, એકતરફી ક્રમ નં: ૧ થી ૪૦, ગણિત-વિજ્ઞાન માં ખાસ કેટેગરીમાં ક્રમ નં: ૧ થી ૧૮, એક તરફી કેટેગરીમાં ક્રમ નં:૧ થી ૪૦, સામાજિક વિજ્ઞાનમાં ખાસ કેટેગરીમાં ક્રમ નં: ૧ થી ૪, એક તરફી, ક્રમ નં:૧ થી ૨૫ મુજબ કોલ લેટર આર.પી એડી. મારફતે તમામ શિક્ષકોને મોકલવામાં આવેલ છે તેમ જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ. સોલંકીની યાદીમાં જણાવાયું છે.