Wednesday, November 20, 2024
HomeGujaratમોરબીમાં ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શનનો જિલ્લા કક્ષાનો...

મોરબીમાં ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શનનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાની અધ્યક્ષતામાં યોજાશે

૩૦મી મે ના રોજ જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ યોજાનાર વક્તવ્ય કાર્યક્રમો વિદ્યાર્થીઓ માટે માર્ગદ્રષ્ટા બની રહેશે.

- Advertisement -
- Advertisement -

રાજ્ય સરકારની નવી પહેલના ભાગરૂપે ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓને કારકિર્દી વિષયક નિર્ણય લેવામાં માર્ગદર્શન મળી રહે તે હેતુથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર મધ્યમિક શિક્ષણ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્રની સંયુક્ત પ્રેરણાથી જિલ્લા તાલુકા કક્ષાના કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમનું રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થને આયોજન કરવામાં આવ્યું છે.

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો) ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષ સ્થાને મોરબી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ તા.૩૦/૦૫/૨૦૨૨ ના રોજ મોરબી ખાતે સવારે ૧૦ થી ૧૨ દરમિયાન યોજાશે. જેમાં સ્થાનિક તજજ્ઞોનું માર્ગદર્શન તથા વિવિધ સરકારી વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઓનલાઈન માર્ગદર્શન અપાશે જે અંતર્ગત રોજગાર અને તાલીમ કચેરીના નિયામક ટેકનિકલ શિક્ષણની કચેરીના તજજ્ઞ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના કમિશ્ન તેમજ કૃષિ અને પશુપાલન વિભાગના તજજ્ઞ દ્વારા ઓનલાઈન માર્ગદર્શન અપાશે. માર્ગદર્શન બાદ વિદ્યાર્થીઓને મુંઝવતા પ્રશ્નો માટે પ્રશ્નોતરી પણ થશે. આ કાર્યક્રમ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સંકલનમાં સરકારી ITI સરકારી એન્જિનિયરિંગ કોલેજ, રોજગાર અધિકારી કચેરી, ખેતીવાડી પશુપાલન સહિત કચેરીઓ સહયોગી થશે.

તાલુકા કક્ષાના કાર્યક્રમો તારીખ ૦૪/૦૬/૨૦૨૨ના રોજ હળવદમાં રાજોધરજી હાઇસ્કુલ ખાતે, વાંકાનેરમાં મહોમદી લોકશાળા, ચંદ્રપુર ખાતે, ટંકારામાં એમ.પી. દોશી વિધાલય ખાતે તેમજ માળિયા(મીં)માં કે.પી. હોથી હાઇસ્કૂલ ખાતે સવારે ૧૦ થી ૧૨ દરમિયાન યોજાનાર છે.

જિલ્લાકક્ષાના કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમમાં તેમજ અતિથિ વિશેષ તરીકે કેન્દ્રીય મહિલા અને બાળ કલ્યાણ વિકાસના રાજ્યકક્ષાના મંત્રી તેમજ સુરેન્દ્રનગરના સાંસદ ડૉ. મહેન્દ્રભાઇ મુંજપરા રાજકોટ-ટંકારાના સાંસદ મોહનભાઇ કુંડારીયા, જામનગરના સાંસદ પુનમબેન માડમ, કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ શિહોરા, તેમજ હળવદનાં ધારાસભ્ય પરસોતમભાઇ સાબરીયા, ટંકારાના ધારાસભ્ય લલીતભાઇ કગથરા, વાંકાનેરના ધારાસભ્ય મહંમદ જાવેદ પીરઝાદા, મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ રમાબેન ચાવડા, તેમજ પૂર્વમંત્રી જયંતિભાઇ કવાડીયાની વિશેષ ઉપસ્થિતિ રહેશે.

શિક્ષણવિદ રમેશભાઇ પટેલ તથા ડેનિશભાઇ કાનાબાર વ્યકતત્વ આપશે. આ કાર્યક્રમોનો ધોરણ ૯ થી ૧૨ ના વિધાર્થીઓ અને વાલીઓને લાભ લેવા જિલ્લા શિક્ષણાધિકારી મોરબી દ્વારા હાર્દિક નિમંત્રણ આપવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!