Saturday, May 11, 2024
HomeGujaratમોરબી જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દિને મહિલા પોલીસ કર્મચારીનું ઘરે જઇને...

મોરબી જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દિને મહિલા પોલીસ કર્મચારીનું ઘરે જઇને સન્માન કરતાં જીલ્લા પોલીસ વડા

૭૫માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સમગ્ર રાજયમાં કરવામાં આવી રહી છે. ત્યારે આજે મોરબી પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પાર્વતીબેન વાઢેરનું જિલ્લા પોલીસ વડા એસ.આર. ઓડેદરા દ્વારા મહિલા પોલીસ કર્મચારીના ઘરે જઇને સન્માન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબી પોલીસ અધિક્ષકની કચેરીમાં અરજી શાખામાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારી પાર્વતીબેન વાઢેરે પોતે પ્રેગ્નેશીના છેલ્લા દિવસ સુધી પોતાની ફરજ બજાવી હતી. પોતાની ફરજ પ્રત્યે આવી નિષ્ઠા દાખવા બદલ જિલ્લા પોલીસ વડા એસ.આર. ઓડેદરા દ્વારા મહિલા પોલીસ કર્મચારીના ઘરે જઇને સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ તેમને સન્માન પત્ર પણ એનાયત કરવામાં આવ્યું હતું. આ તકે પોલીસ ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!