સિવિલ હોસ્પિટલની સ્થિતિ અંગે સમાચારો પ્રસારિત કરતા તંત્ર આવ્યું હરકતમાં : વધુ 70 બેડની વ્યવસ્થા કરવા અપાઈ સુચના
મોરબી જિલ્લામાં કોરોનાના બેકાબૂ બન્યો છે ત્યારે ગઈકાલે જિલ્લા કલેકટર દ્વારા તાબડતોડ સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી ત્યારે આજે જિલ્લા પ્રભારી સચિવ મનીષા ચંદ્રા, જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી છે. હાલમાં સિવિલ હોસ્પિટલમાં 100 બેડની વ્યવસ્થા છે ત્યારે સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈ વધુ 70 બેડની વ્યવસ્થા કરવાની સૂચના આપવામાં આવી છે. અને 6 વ્યક્તિનો સ્ટાફ આંખની હોસ્પિટલમાંથી ફાળવવામાં આવ્યો છે.