વાંકાનેર સીટી પોલીસે લુણસરીયા ગામની સીમમાંથી ઇકો કાર અને દારૂ સહિત રૂ.૨.૨૦ લાખના મુદ્દામાલ જપ્ત કર્યો, દારૂ આપનાર શખ્સની શોધખોળ
વાંકાનેર સીટી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે લુણસરીયા ગામની સીમમાં જુના ધમલપરના પાટીયા પાસે શંકાસ્પદ ઇકો કાર નંબર જીજે-૦૩-એલએમ-૨૯૭૨ ને અટકાવી તપાસ કરવામાં આવી હતી. કારમાંથી બે બાચકામાંથી ૧૦૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૨૦,૦૦૦/- મળી આવ્યો હતો. આ સાથે પોલીસે ઇકો કાર કિ.રૂ.૨ લાખ સહિત કુલ રૂ.૨.૨૦ લાખના મુદ્દામાલ સાથે કારચાલક આરોપી અશોક ઉર્ફે ગઢીયો જેસિંગભાઈ ખાંભલા ઉવ.૫૦ રહે. શક્તિપરા હશનપર તા.વાંકાનેર વાળાને ઝડપી લીધો હતો. પકડાયેલ આરોપીની પૂછપરછમાં તેણે દારૂ મોરથળાના ડાયાભાઈ હેમુભાઈ રાઠોડ પાસેથી લાવ્યો હોવાનું જણાવતા દારૂ આપનાર આરોપીને ફરાર દર્શાવી તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરાઈ છે. હાલ બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વાંકાનેર સીટી પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.






