Friday, August 7, 2026
HomeGujaratવાંકાનેરના ગુંદાખડા ખાતે ટ્રક ઉપર રેતીનું લેવલ કરતી વેળા વીજતાર અડી જતા...

વાંકાનેરના ગુંદાખડા ખાતે ટ્રક ઉપર રેતીનું લેવલ કરતી વેળા વીજતાર અડી જતા ચાલકનું મોત

વાંકાનેરના ગુંદાખડા ગામની સીમમાં આવેલા રેતી પ્લાન્ટ ખાતે ટ્રક પર રેતીનું લેવલ કરતી વખતે ઉપરથી પસાર થતા વીજ તાર સાથે માથું અડકતાં ૨૯ વર્ષીય ડ્રાઇવરનું કરંટ લાગવાથી મોત થયું હતું.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામની સીમમાં આવેલા રેતી પ્લાન્ટ ખાતે અમીતભાઈ રણજીતભાઈ રૂડાતલા ઉવ.૨૯ રહે. રાજકોટ મોરબી જકાતનાકા પાસે રાજકોટ વાળા ટ્રક પર રેતીનું લેવલ કરી રહ્યા હતા. આ દરમિયાન ઉપરથી પસાર થતા વીજ તાર સાથે તેમનું માથું અડી જતાં તેમને વીજ કરંટ લાગ્યો હતો. જેથી તેઓને ગંભીર હાલતમાં વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!