અકસ્માતના આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ઘુંટુ ગામની સીમમાં આવેલ ઓમ પાર્ક સોસાયટીમાં ધીરૂભાઇ ગોરાના મકાનમા રહેતા રાજેશભાઇ પ્રાગજીભાઇ કવૈયા (ઉ.વ.૫૫) નામના આધેડ તા.૬ ના રોજ રાત્રિના આશરે સાડા દસેક વાગ્યા પોતાના હીરો હોન્ડા સીડી ડીલક્ષ મો.સા.નં. જીજે-૦૩-સીએચ-૬૫૪૦ વાળુ પુરઝડપે અને ગફલતભરી રીતે માણસોની ઝીંદગી જોખમાય તે રીતે ચલાવી હરી ઓમ સોસાયટીમા શેરીમા પોતાના ઘર તરફ આવી રહ્યા હતા. ત્યારે શેરીમા રસ્તામા બમ્પ હોવાથી પોતે મો.સા.પરનો કાબુ ગુમાવતા બાજુમા આવેલ ઇલેકટ્રીક થાંભલા સાથે મો.સા. અથડાતા બાઈક ચાલક આધેડને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી તેમનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.