મોરબીથી વાંકાનેરને જોડતા રોડ પર પુર ઝડપે દોડતી બાઈક ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં વાંકાનેરના યુવાનનું મોત થયું હોવાનું બનાવ સામે આવ્યો છે.
મોરબીથી વાંકાનેર તરફ આવતા રોડ પર નર્સરી ચોકડી પાસેથી બાઈક લઈ જીતેન્દ્રભાઈ પ્રભુભાઈ સીણોજીયા (ઉ.વ.૩૨) પસાર થઈ રહ્યા હતા આ દરમિયાન તેઓએ પોતાના ભાઈ મનિષભાઇના મો.સા.નં.GJ-03-EK-2816નું મોટરસાઇકલ બેફામ સ્પીડે ચલાવતા સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો આથી બાઈક ડીવાઈડર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ચાલક જીતેન્દ્ર સીણોજીયા (ઉ.વ.૩૨)રહે.વાંકાનેર પરશુરામ પોટરી લાઈન,પટેલ વાડી પાછળ તા.વાંકાનેર વાળાને મોઢામા, હાથમાં અને ગોઠમાં ગંભીર ઇજા પહોંચતા તેનું લોહી લુહાણ હાલતમાં મોત નીપજ્યું હતું. આ અંગે લલિતભાઈએ વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.